Connect Gujarat
દુનિયા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવનાર વન-ડે ક્રિકેટ મેચ તો રમાશે પરંતુ મેચ નિહાળવા સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવનાર વન-ડે ક્રિકેટ મેચ તો રમાશે પરંતુ મેચ નિહાળવા સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય
X

ભારતના

ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી

વન-ડે સિરીઝની બાકી રહેલી બે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. દક્ષિણ આફ્રિકાની

ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતીય પ્રવાસ પર છે અને બંને ટીમો વચ્ચે આગામી બે વન-ડે

મેચ 15 અને 18 માર્ચે યોજાનાર છે. બીજી વન-ડે 15 માર્ચે લખનૌમાં રમાવવાની છે અને બીજી

18 માર્ચની મેચ કોલકાતામાં રમાશે. આ બંને મેચ રમવામાં તો આવશે, પરંતુ સ્થાનિક દર્શકો

મેદાન પર તેનો આનંદ લઇ શકશે નહીં.

કોરોના

વાયરસને કારણે, બીસીસીઆઈને સરકાર દ્વારા બાકી રહેલી બંને મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવાની

સલાહ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની

વનડે સિરીઝની પહેલી મેચ ધર્મશાળામાં રમવાની હતી, પરંતુ

વરસાદને કારણે એક પણ બોલ ફેંકી શકાયો નહીં અને મેચ રદ કરવામાં આવી હતી

રાજ્ય

સરકાર હોય કે દેશની સરકાર,

સામાન્ય લોકોને કોરોનાના કહેરથી બચાવવા માટે દરેક શક્ય પગલા લઈ રહી

છે. આ સંદર્ભમાં, ભારત સરકારે હવે બીસીસીઆઈને સૂચન કર્યું છે

કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની આગામી બે મેચ પ્રેક્ષકો

વિના યોજાય. બોર્ડ પાસે કદાચ બીજો કોઈ વિકલ્પ નથી પરંતુ, કારણ

કે WHO દ્વારા કોરોના વાઇરસને વિશ્વ સ્તરીય રોગચાળો જાહેર

કરવામાં આવ્યો છે અને લોકોને વાઈરસના બચાવવા માટે આવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઉપરાંત રમત-ગમત મંત્રાલયે દેશના તમામ સ્પોર્ટસ ફેડરેશન અને બીસીસીઆઈને આરોગ્ય

મંત્રાલયના સૂચનોનું ધ્યાન રાખવા અને રમતગમતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને

એક જગ્યાએ એકઠા થવાનું અટકાવવા કહ્યું છે.

Next Story