Connect Gujarat
ગુજરાત

આગામી 22 સપ્ટેમ્બરે રાજ્યપાલ ઓ.પી. કોહલી ડાંગ જિલ્લાની કરશે મુલાકાત

આગામી 22 સપ્ટેમ્બરે રાજ્યપાલ ઓ.પી. કોહલી ડાંગ જિલ્લાની કરશે મુલાકાત
X

શિવારીમાળ ગામે આયોજિત મહેશ કોઠારી દિવ્યાંગ ગૌરવ સન્માન પર્વમાં હાજરી આપશે

ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી આગામી તારીખ રરમી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાના શિવારીમાળ ગામની મુલાકાતે આવી રહ્યા છે. મહેશ કોઠારી દિવ્યાંગ ગૌરવ સન્માન સમારોહ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં, પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ દેવબાળો, અને વયસ્કો માટે નિરંતર સેવાકાર્ય કરનારાઓનું અને દિવ્યાંગ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે. જેમાં ગુજરાતભરમાંથી એવા સમર્પિત કર્મવીરો અને પ્રતિભાઓની પસંદગી કરીને તેમને સન્માનવામાં આવશે. આ પ્રસંગે રામકૃષ્ણ મિશન, રાજકોટના અધ્યક્ષ સ્વામી અખિલેશ્વરાનંદજી પણ ખાસ ઉપસ્થિત રહેશે.

વધઇ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા શિવારીમાળ ગામ સ્થિત પ્રજ્ઞામંદિર અંધજન શાળા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યપાલ સહિત, રાજ્યના આદિજાતિ કલ્યાણ અને વનમંત્રી ગણપતસિંહ વસાવા સહિત, નેશનલ એસોસિએશન ફૉર બ્લાઇન્ડના પ્રમુખ પ્રાધ્યાપક ડૉ.ભાસ્કર મહેતા, અમદાવાદના બ્લાઇન્ડ પીપલ એસોસિએશનના ડૉ.ભૂષણ પૂનાની, મમતા વેલ્ફેર ટ્રસ્ટ (યુ.કે.)ના ટ્રસ્ટી દિનેશ શાહ વિશેષ ઉપસ્થિત રહેશે.

ડાંગ જિલ્લાના આંગણે આવી રહેલા રાજ્યપાલ તથા મંત્રીઓના કાર્યક્રમની સૂચારૂ આયોજન, વ્યવસ્થા માટે ડાંગ કલેક્ટર બી.કે.કુમારના અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠક આહવા ખાતે યોજાઇ હતી. બેઠકમાં સંબંધિત અધિકારીઓને તેમની ભૂમિકા અને જવાબદારીની સમજ અને માર્ગદર્શન આપતા કલેક્ટરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરસ્પર સંકલન અને સહયોગની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો.

Next Story