Connect Gujarat
દેશ

વિપક્ષને વિનંતી છે કે નાગરિકતા સુધારણા કાયદા અંગે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે: PM મોદી

વિપક્ષને વિનંતી છે કે નાગરિકતા સુધારણા કાયદા અંગે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે: PM મોદી
X

રાષ્ટ્રપતિના અભિભાષણ પણ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ જવાબ આપતા કહ્યું હતું કે, સદનને જોઈને અપેક્ષાઓ બહુ જ હતી

પરંતુ ઘણીવાર એવું લાગે છે કે તેઓ આગળ વધવા જ માંગતા નથી, ઉચ્ચ સદન પાસે દેશને અપેક્ષાઓ હતી, પરંતુ તેમાં પણ નિરાશા મળી હતી. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશના અન્ય લોકોની જેમ તેમને પણ દરેક પ્રકારની સુવિધાઓ મળવા

લાગી છે કે જેના તેઓ હકદાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં 20 જૂન,2018ના રોજ સરકારના ગયા બાદ

રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. આર્ટિકલ 370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ

કાશ્મીરના ગરીબ સામાન્ય વર્ગને આરક્ષણનો લાભ મળ્યો છે, પહેલીવાર પહાડી ભાષાના લોકોને આરક્ષણનો

લાભ મળ્યો છે, પહેલીવાર

મહિલાઓને રાજ્યની બહાર લગ્ન કરવા અંગેનો અધિકાર મળ્યો કે તેઓ રાજ્યની બહાર પણ લગ્ન

કરે તો તેમની સંપત્તિ છીનવી લેવામાં આવશે નહિ. પહેલીવાર સ્ટાર્ટઅપ પોલિસી અને

લોજિસ્ટિક પોલિસી પણ બની છે અને તેને લાગુ કરવામાં આવી છે, પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં એન્ટી

કરપશન બ્યુરોની રચના થઇ છે. સીમા પારથી થઇ રહેલા ફંડિંગ પર નિયંત્રણ કરવામાં

આવ્યું છે. 18 મહિનામાં

અઢી લાખ શૌચાલય, 18 મહિનામાં ત્રણ લાખ ત્રીસ હજાર ઘરમાં વીજળી કનેક્શન આપવામાં આવ્યું

છે. છેલ્લા 18 મહિનામાં

જમ્મુ કાશ્મીરની કાયા બદલાઈ ગઈ છે. રાજકીય લાભ મેળવવા

માટે વિપક્ષ NPRના મુદ્દાને

રાજકારણનું રૂપ આપી રહ્યો છે. તેમણે કહ્યું કે, 2010 માં જે લોકો NPR લાવ્યા હતા, તે જ લોકો આજે તેના ઉપર સવાલ કરી રહ્યા છે. NPRનો વિરોધ કરનારા લોકો તેમની

નબળી વિરોધી માનસિકતા દર્શાવે છે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક વિપક્ષને વિનંતી કરી છે કે તેઓ નાગરિકતા સુધારો કાયદા અંગે લોકોને ગેરમાર્ગે

દોરવાનું બંધ કરે.

Next Story