Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : વેજલપુર નજીક ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર પલ્ટી, 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત

પંચમહાલ : વેજલપુર નજીક ડ્રાઇવરે કાબુ ગુમાવતા કાર પલ્ટી, 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત
X

કાલોલ તાલુકાના હાલોલ-શામળાજી હાઈવે પર વેજલપુર સ્થિત સહયોગ હોટલ પાસે શનિવારે વહેલી સવારે એક કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે વેજલપુર પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં વડોદરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

જયારે

અકસ્માતમાં આબાદ રીતે બચી જનાર એકની પુછપરછ કરતા તેઓ મધ્ય પ્રદેશના વતની હોવાથી

તેમના કોઈ કામે વડોદરા આવ્યા હતા. એ કામ પતાવી શનિવારે વહેલી સવારે તેમની મારુતી

સિફટ કારમાં વડોદરાથી નિકળી પોતાના વતન જાબુઆ (મધ્ય પ્રદેશ) જવા માટે નીકળ્યા હતા, જે સફર દરમિયાન વહેલી સવારે છ વાગ્યાના

સુમારે વેજલપુર પાસે આવેલી સહયોગ હોટલના પાસે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતા

કારચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ પરથી ઉતરી

નીચાણવાળા ભાગમાં પલટી મારી ગઈ હતી. જે નડેલા અકસ્માતમાં કારચાલક જશવંતભાઈ કચરાભાઈ

મેવાડા (ઉ.વર્ષ ૨૮) અને ગાડીમાં સવાર પૈકી વિકાસભાઈ સુકોરા (ઉ. વર્ષ ૨૭) (બન્ને

રહે. પિટોલ. તા. જાબુઆ. રાજ્ય. મધ્યપ્રદેશ) નું મોત નીપજ્યું હતું. જયારે અન્ય

નયનભાઈ લક્ષ્મણભાઈ નાયકને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે વડોદરા

સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતને પગલે વેજલપુર પોલીસે આબાદ રીતે બચી ગયેલા રવિ કચરાભાઈ ગારી દ્વારા

સગાસંબંધીઓને જાણ કરી મૃતકોને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી

અકસ્માત ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story