Connect Gujarat
ગુજરાત

પાનોલી:ઓવર બ્રિજ ઉપરથી મહિન્દ્રા બોલેરો પીક-અપમાં પસાર થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પાનોલી:ઓવર બ્રિજ ઉપરથી મહિન્દ્રા બોલેરો પીક-અપમાં પસાર થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
X

ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોર્ડે પાનોલી ઓવરબ્રિજ ઉપરથી પસાર થતી એક બોલેરો પીકઅપ

માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા ૫,૫૦,૮૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ

આરોપી વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો પાનોલી ધામડોદ

રોડ ઉપર વોચ તપાસમાં હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે આજરોજ પાનોલી ઓવર બ્રિજ

ઉપરથી બોલેરો પીકઅપ ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરના અલગ અલગ બ્રાન્ડના બોક્ષ નંગ -

૪૪, નાની મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ - ૨૧૨૨

કિ.રૂ. ૨,૪૫,૮૦૦/- સાથે

આરોપી લલીત હરીરામજી નવરજી સોની ઉ.વ. ૪૦ રહે હાલ મ.નં.૩૦૨ વર્ધમાન સોસાયટી

અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. અંક્લેશ્વર જી.ભરૂચ મુળ રહે. ગઢસીવાના ગામ પાદરૂકાવાસ તા.

ગઢસીવાના જી.બાડમેર રાજસ્થાનનાને ફીલ્મી ઢબે પીછો કરી પકડી પાડયા હતા.

પોલીસે તેની પાસેથી પ્રોહી મુદ્દામાલ તેમજ મહિન્દ્રા બોલેરો પીક-અપ કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- તેમજ મોબાઈલ ફોન નંગ -૦૧ કિં,રૂ.૫૦૦/- તેમજ પ્લાસ્ટીકના કેરેટ નંગ - ૮૮ કિં.રૂ.૮૮૦/- તેમજ અંગ ઝડતીના

રોકડા રૂપીયા ૩,૬૭૦/- ગણી લઈ કુલ કિં.રૂ. ૫,૫૦,૮૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે

પકડાયેલ આરોપી તેમજ સેલવાસ ખાતેથી વિદેશી દારૂ સપ્લાય કરનાર મનીષ તથા વિદેશી

દારૂનો જથ્થો મંગાવનાર દિપુભાઇ વિરૂધ્ધમાં અંકલેશ્વર રૂરલ પો.સટે.માં કાયદેસર

કાર્યવાહી હાથધરી હતી.

Next Story