પાટણની રાધનપુર આદર્શ વિધાલય ખાતે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ હોસ્ટેલ ખાતે ચૌધરી સમાજનુ નવાવર્ષનુ સ્નેહમિલન સમારોહ યોજાયો સાથે સાથે બનાસડેરીનાચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે રાધનપુર વિધાનસભામાંથી ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સંત શ્રી ગોવિંદપુરી બાપુ 1008 શ્રીનાથ જગીયા અને પ્રમુખ આંજણા કેળવણી મંડળ રાધનપુરના જીતેશ ચૌધરી અને મંત્રી નવીન પટેલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા
