Connect Gujarat
Featured

પાટણ : કેરોસીન છાંટી યુવક ભરબજાર વચ્ચે સળગતી હાલતમાં દોડ્યો, ભયાનક માહોલ સર્જાતા લોકોમાં દોડધામ

પાટણ : કેરોસીન છાંટી યુવક ભરબજાર વચ્ચે સળગતી હાલતમાં દોડ્યો, ભયાનક માહોલ સર્જાતા લોકોમાં દોડધામ
X

પાટણ શહેરમાં એક યુવકે પોતાના શરીર પર કેરોસીન છાંટી આગ ચંપી કરી હતી. જોકે શરીરે આગ લાગતા જ યુવક ભરબજારમાં સળગતો દોડ્યો હતો, ત્યારે યુવકને સળગતી હાલતમાં જોતાં ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર સળગતા દોડતા યુવકને બચાવવા આસપાસ હાજર રહેલા લોકો પણ દોડ્યા હતા, ત્યારે ભારે જહેમત બાદ આગ બૂઝાવી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, પાટણ શહેરના રસ્તા પરના દબાણ મુદ્દે એક યુવકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકે પોતાના શરીર પર કેરોસીન છાંટી આગ ચંપી કરી હતી. ત્યારબાદ સળગતી હાલતમાં જ યુવક ભરબજારમાં દોડ્યો હતો, ત્યારે એક સમયે ભયાનક માહોલ સર્જાતા આસપાસ હાજર લોકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.

યુવકને સળગતી હાલતમાં દોડતો જોઇ કેટલાક લોકોએ તેને બચાવવા માટે હિંમત કરી હતી. જેમાં કેટલાક લોકો તે યુવકની પાછળ પણ દોડ્યા હતા, ત્યારે લોકોએ યુવકના શરીર પર લાગેલી આગને ભારે જહેમતે કાબૂમાં લઈ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story