/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/PM-Modi.jpeg)
કેરળના પૂરમાં 324નાં મોત નિપજ્યા છે જ્યારે 2 લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં રખાયા
કેરળમાં ભયંકર પૂર આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે. વીતેલા નવ દિવસમાં ભારે વરસાદ અને પૂરના કારણે 180 લોકોનાં મોત થયાં છે. જ્યારે મોનસૂનની સીઝનમાં મેથી અત્યાર સુધીમાં 324 લોકોએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યના 12 જિલ્લાઓમાં 3.14 લાખ લોકો બેઘર બન્યા છે. તેમને 1568 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. શુક્રવારે મુખ્યમંત્રી પીનરાઈ વિજયન સાથે ચર્ચા પછી નરેન્દ્ર મોદી મોડી રાત્રે કેરળ પહોંચ્યા હતા. વડાપ્રધાને હવાઈ નિરિક્ષણ કરી સ્થિતિ જોતાં રૂપિયા 500 કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોદીએ પૂર અંગેની સ્થિતિ જાણવા કેરળના મુખ્યમંત્રી વિજયન અને અન્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. બીજી બાજુ હવામાન વિભાગે રવિવાર સુધી કેરળની સાથે જ તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મોદીનો હવાઇ સર્વે કેન્સલ થાય તેવી શક્યતાઓ છે. જોકે હજુ સુધી આ સમાચાર કન્ફર્મ થયા નથી. હાલ મોદી કોચિમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, યુનિયન મિનિસ્ટર કે.જે. આલફોન્સ અને અન્ય અધિકારીઓ સાથે કોચિમાં મીટિંગ કરી રહ્યા છે.