PM મોદી વલસાડમાં: ગુજરાતના 1.15 લાખ લાભાર્થીઓને કરાવ્યો ઇ-ગૃહપ્રવેશ

New Update
PM મોદી વલસાડમાં: ગુજરાતના 1.15 લાખ લાભાર્થીઓને કરાવ્યો ઇ-ગૃહપ્રવેશ

વલસાડનાં જૂજવા ખાતે સભામાં હાજર લોકોએ મોબાઈલ ટોર્ચથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં પ્રવાસે આવીપહોંચ્યા છે. સૌથી પહેલાં વલસાડમાં તેમણે સભાને સંબોધી છે. બાદમાં તેઓ જૂનાગઢ અને ગાંધીનગરના એમ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વલસાડના જૂજવા ખાતે પહોંચ્યા હતા. જ્યારે પહેલાં પીએમ મોદીએ 600 કરોડના પાણી પુરવઠા યોજના અંગે માહિતી મેળવી હતી.

બાદમાં વડાપ્રધાન સભા સ્થળે પહોંચ્યા હતા. જ્યાં હાજર લોકોએ મોબાઈલ ટોર્ચથી તેમનું સ્વાગત કર્યું હતું. અને પીએમ મોદીના હસ્તે 600 કરોડના અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત 1,15,551 લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપ્યો હતો. બે લાખ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઇને તેમની સાથે વાતચીત કરી હતી.

પીએમ મોદી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતે યોજાનારા કાર્યક્રમમાં 1,15,551 લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપશે. આ સાથે તેઓ બે લાખ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઇને તેમની સાથે વાતચીત કરશે. ત્યારબાદ જૂજવા ખાતે 600 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે. અને જાહેર સભા સંબોધશે. પીએમ મેદીની સભાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે સ્ટેટ હાઈ વે પર સવારથી 7 કલાક માટે તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.