Connect Gujarat
દેશ

વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રીવામાં સૌથી મોટો સૌર પ્લાન્ટનું PM નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન

વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રીવામાં સૌથી મોટો સૌર પ્લાન્ટનું PM નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન
X

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધ્ય પ્રદેશના રીવા સ્થિત એશિયાનો સૌથી મોટા સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. રાજ્યમાં એક વખત ફરી શિવરાજ સિંહ ચૈહાણના નેતૃત્વમાં બનેલી ભારતીય પાર્ટીની સરકારમાં વડાપ્રધાન મોદી પ્રથમ વખત કોઈ મોટી યોજનાની શરૂઆત કરી રહ્યાં છે .મધ્યપ્રદેશના રીવામાં 750 મેગાવોટની સૌર ઉર્જા પરિયોજના શરૂ કરવામાં આવી રહી છે, જેને એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજન કહેવાઈ રહી છે.

https://twitter.com/narendramodi/status/1281225313180098562?s=20

PM નરેન્દ્ર મોદીએ પોતે આ અંગે માહિતી આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 10 જુલાઈએ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશના રીવામાં બનેલા 750 મેગાવોટની સૌર પરિયોજનાનું ઉદ્ધાટન કરીશ. આ સૌર પરિયોજના 2020 સુધી રીન્યુએબલ ઉર્જા ક્ષમતા વધારવામાં અમારી પ્રતિબદ્ધતાને ગતિ પ્રદાન કરે છે. રીવાની પરિયોજનામાં 250-250 મેગાવોટની ત્રણ સૌર ઉત્પાદન કંપનીઓ સામેલ છે.

Next Story