New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1-copy.JPG-6-1.jpg)
કંપનીનાં સિનિયર કર્મચારીઓનું એમડી દ્વારા સન્માન કરવામાં આવ્યું
પાનોલી જીઆઈડીસીમાં આવેલી પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝ ખાતે આજરોજ 72માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોલાઈફ કંપનીના તમામ કર્મચારીઓ જોડાયા હતા. કંપનીનાં એમ઼ડી એમ. એસ. જોલી સરનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કંપનીનાં સિનિયર વર્કરોનું લોંગ સર્વિસ એવોર્ડ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે કંપનીમાં પોતાના ઘરેથી સાયકલ લઈને આવતાં કર્મચારીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોગેશ પારીક સહિત કંપનીનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories