Top
Connect Gujarat

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ભાવનગરમાં વાવાઝોડાથી 2 લોકોના મોત

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ભાવનગરમાં વાવાઝોડાથી 2 લોકોના મોત
X

તોકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે એટલે મંગળવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, બોટાદ, દીવ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ, સુરત, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પોરબંદર, મોરબી, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

આ તરફ ભાવનગરમાં તૌકતે વાવાઝોડાથી 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પાલીતાણાના નવા ગામના બાડેલીમાં મકાનની છત પડતા પિતા-પુત્રીનું મૃત્યુ થયું છે. ત્યારે જિલ્લાનો દરિયો તોફાની બનતા 15 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછાળતા જોવા મળ્યા. વાવાઝોડાના પગલે ઘોઘાના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું પસાર થયા બાદ તોફાનની અસર અહી યથાવત જોવા મળી રહી છે. ભાવનગર શહેરમાં વાવજોડાના પગલે અલગ-અલગ વિસ્તારોમાં વૃક્ષો ધારાશાય થયા હતા. શહેરમાં ભારે પવન અને વરસાદના કારણે પણવાડી વિસ્તારમાં 15 જેટલા વૃક્ષો ધારાશાય થયા હતા ત્યારે વૃક્ષો ધારાશાય થતા રસ્તાઓ થયા બંધ થયા હતા અને ઇમરજેનસી સેવાઓને મુશ્કેલી વર્તાઇ. જોકે તંત્ર દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામની મીના બોટ ગાયબ થઈ જતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. 13મી તારીખે ધોલાઇ બંદરથી 8 માછીમાર સાથે આ બોટ નીકળી હતી, તે પછી તેનો કોઇ પત્તો લાગ્યો નથી. હાલ તેની શોધખોળ ચાલી રહી હોવાની માહિતી સાંપડી છે.

રાજ્યમાં વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત 20 જિલ્લાઓમાં NDRFની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્યના જે 20 જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ 44 ટીમો તૈનાત કરાઇ છે.

પંકજ કુમારે વાવાઝોડાની સ્થિતિ અને તેની સામેની સરકારની તૈયારી અંગે માહિતગાર કરતા જણાવ્યુ છેકે, વાવઝોડું વધારે પ્રભાવી થયું છે. 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. દીવથી 20 કિ.મી. પૂર્વમાં રાત્રે 8થી 11ની વચ્ચે આવશે. જ્યારે આવશે ત્યારે વાવાઝોડાની ઝડપ 155થી 165 કિ.મી.ની હશે. હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. વલસાડથી સૌરાષ્ટ્ર સુધી ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની અસર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને વધારે થશે. આ ઉપરાંત દક્ષિણ અમદાવાદ, આણંદ અને મોરબીમાં પણ તેની અસર જોવા મળશે.

Next Story
Share it