પોલિસે છટકું ગોઠવી એક થેલામાં પેપરની પસ્તી ભરીને ચોક્કસ સ્થળે નાણા લેવા ખંડણીખોરોને બોલાવ્યા હતા
રાજકોટ શહેરમાં ગુનાખોરીએ માજા મૂકી છે. સોની બજારમાં શો રૂમ ધરાવતા અને પેલેસરોડ વર્ધમાનનગરમાં રહેતા સોની વેપારી ચિતરંજન શશીકાંત ગગલાણીના ફોન ઉપર બે યુવાનોએ તમારે સલામત રહેવુ હોય તો 60 લાખ રૂપિયા આપો. જો નહીં આપો તો તમારા દીકરા પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી હતી. ગભરાયેલા વેપારીએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે બે શખ્સોને ઝડપી લેવામા આવ્યા છે.
આ સંદર્ભે રાજકોટ પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાહુલ અને એનો મિત્ર અજય મદ્રાસીએ બન્ને સાથે મળીને ગુનો આચર્યો હતો. બન્નેને રાતો રાત લાખોપતિ થવાની ઈચ્છા જાગતાં શોર્ટકટ અપનાવી ચિતરંજનભાઈને મોબાઈલ ફોન પર ધમકી આપી હતી. જેમાં તમારે અને તમારા પરિવારને સુરક્ષિત રહેવુ હોય તો 60 લાખ રૂપિયા આપોની કહીને ખંડણી માગી હતી. બન્ને ગુનેગારોએ નાણા પડાવવા માટે ચિતરંજનભાઈને તા. ૨૮મીના રોજ મોબાઈલ ફોન પર ધમકી આપી હતી. આમ છતા નાણા ન આપતા સોની વેપારીના પરિવારને ભયભીત કરવા માટે એમના ઘર પાસે જઈને પથ્થરમારો કર્યો હતો. જેના કારણે મકાનના કાચ ફુટી ગયા હતા.
આરોપી બે યુવાનો પૈકી રાહુલ કનુભાઈ ડાભી ચિતરંજન ગગલાણીના શો રૂમની સામે ઘુઘરા વેચતો હતો. ગુનાખોરીની આલમમાં પગપેસારો કરી નાણા કમાવાના અને રાતોરાત લાખોપતિ બનવાના સપનાઓમા ગુનો આચર્યો હતો. પોલીસ સ્ટાફે છટકુ ગોઠવી લીધુ હતુ. એક થેલામાં પસ્તી ભરી હતી. અને થેલો પેક હતો. ત્યારબાદ ફરિયાદીએ ફોન કરીને કહ્યુ હતુ કે તમારા 60 લાખ તૈયાર છે. તમે નાણા લઈ જાઓ…અને ચિતરંજનભાઈએ દર્શાવેલા સ્થળે પહોંચી જેવા થેલાને સ્વીકારવા ગયા કે તુરતજ ખાનગી ડ્રેસમાં રહેલા પોલીસે બન્નેને રંગે હાથ ઝડપી લીધા હતા. ત્યારપછી બન્ને પાસેથી ચાર મોબાઈલ ફોન, હિરો સ્પેલ્ડનર બાઈક, અને પસ્તી ભરેલો ડમી થેલો, મળી કુલ રૂ. ૨૨૬૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. પૈસાનો થેલો ભરેલો હોય તેમા પોલીસે એક બેગમા કાગળના ડુચ્ચા ભરી ટ્રેપ ગોઠવી બન્નેને ઝડપી વધુ પુછપરછ શરુ કરી છે.