હવે 1 વર્ષ સુધી પ્રિય પાત્રને આપેલ ફલાવર્સ કરમાશે નહીં, જાણો કેમ...

New Update
હવે 1 વર્ષ સુધી પ્રિય પાત્રને આપેલ ફલાવર્સ કરમાશે નહીં, જાણો કેમ...

અમેરિકામાં છેલ્લા 1 વર્ષથી રિયલ ફ્લાવર્સનો કન્સેપટ ધૂમ મચાવી રહ્યો છે.

રાજકોટમાં સ્ટુડિયો ધ ફ્લોર્સની લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ હતી. લોન્ચિંગ ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહી ક્વિન ઓફ રેડિયો RJ દેવકી. દેવકીએ પોતાના આગવા અંદાજમાં ફ્લાવર્સ અંગે પોતાના વિચારો રજૂ કર્યા. ત્યારે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, સ્ટુડિયો ધ ફ્લોર્સ દ્વારા જે રિયલ રોઝનું વહેંચાણ શરૂ કરવાથી ફૂલો મુરઝાઈ જવાથી કરમાઈ જવાના જે પ્રશ્નો ઉભા થતા હતા. તેમાંથી મુક્તિ મળશે. તેમજ પોતાના પ્રિય પાત્રને આપવામાં આવેલા રિયલ રોઝ કાયમ માટેનું સંભારણું બની રહેશે. ફ્લાવર્સ થી લોકોના ચહેરા પર સ્મિત આવે છે. ત્યારે આ રિયલ ફ્લાવર્સ કે જે એક વર્ષ સુધી જીવંત રહી શકે છે. તેનાથી માત્ર એક દિવસ જ નહીં પરંતુ એક વર્ષ સુધી તમે તમારા પ્રિય પાત્રની ખુશીનું કારણ બની શકો છો.

ભાણેજ ને બ્લ્યુ ફ્લાવર્સ નહીં આપી શકતા આવ્યો વિચાર

માધવી જલુ કે જે હાલ અમેરિકામાં રહે છે. તેની રાજકોટ રહેતી બહેન નિધીને ત્યાં પુત્રનો જન્મ થતાં બ્લ્યુ રોઝ આપવા ઇચ્છતા હતા. પરંતુ બજારમાં ક્યાંય પણ બ્લ્યુ રોઝ ન મળતા વિચાર આવ્યો કે કોઈ એક ફ્લાવર્સ પર અન્ય રંગ ચડાવી તેને માનચાહો રંગ આપી જરૂર કોઈ વ્યક્તિને આપી શકાય છે. આ માટે તેમણે અમેરિકામાં રિસર્ચ કરી જરૂરી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ખેતરમાં ઉગેલા રોઝને 1 વર્ષ સુધી લોકો પોતાના ઘરમાં ઓફિસમાં રાખી શકે તે પ્રકારની ટ્રીટમેન્ટ આપી. અમેરિકામાં છેલ્લા 1 વર્ષથી રિયલ ફ્લાવર્સનો કન્સેપટ ધૂમ મચાવી રહ્યો છે. 80 કલરમાં રિયલ ફ્લાવર્સ સ્ટુડિયો ધ ફ્લાવર્સ દ્વારા ઉપલબદ્ધ કરાવવામાં આવી રહ્યા છે. સાથે જ ગ્રાહકોની માંગ અનુસાર 1 વર્ષના સમય ગાળામાં 1 જ ફૂલમાં 260 કલર્સ સ્ટુડિયો ધ ફ્લોર્સ દ્વારા અવેલેબલ કરી આપવામાં આવે છે.

નરેન્દ્રમોદી ના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા થી છે પ્રભાવિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાના અમેરિકા ના પ્રવાસ દરમિયાન અનેક ભારતીયો ને મળ્યા હતા. તે મુલાકાત દરમિયાન વિદેશમાં રહેતા ભારતીયો કઈ રીતે પોતાના દેશ અને દેશ વાસીઓની મદદ કરી શકે છે તે અંગે જણાવ્યું હતું. આ વાત માધવી જલુ ને યાદ હતી તેજ વાતનું અમલીકરણ કરણ કરી તેમને ભારતમાં આ પ્રકારના રિયલ રોઝ મળે. ભારતમાં ફ્લાવર્સની ખેતી કરતો ખેડૂતને રોજગારી પ્રાપ્ત થાય. તે હેતુથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્ર ને ચરિતાર્થ કરવાના હેતુથી તેમણે આ પ્રકારનું ઔદ્યોગિક સાહસ ભારતમાં કરવાનું શરૂ કર્યું છે. પ્રાથમિક તબક્કે સ્ટુડિયો ધ ફ્લાવર્સ ઇ કોમર્સ બિઝનેસ કરશે. જે માટે પ્રાથમિક તબક્કે અમેરિકાથી ફ્લાવર્સ ઈમ્પોર્ટ કરવામાં આવશે. તેમજ ગ્રાહકો ને ડિલિવરી ઓર્ડર નોંધાવ્યાના 48થી 72 કલાકમાં આપવામાં આવશે. તો સાથે જ કોઈ પણ ગ્રાહકો ને ફ્લાવર્સની ખરીદી પર 1 વર્ષની વોરંટી પણ આપવામાં આવશે. સ્ટુડિયો ધ ફ્લાવર્સ પાસે 1500રૂ. થી લઈ 25000રૂ. સુધીની વેરાયટી છે તે અવેલેબલ છે તો કોઈ પણ ગ્રાહક www.studiodefleurs.co.in વેબસાઈટ પર વિઝીટ કરી પોતાના મનગમતા કલર કોમ્બિનેશનમા ફ્લાવર્સ ઓર્ડર કરી શકે છે.

શા માટે રાજકોટમાં યોજાઈ લોન્ચિંગ ઇવેન્ટ

નિધિ અને માધવી બંનેન જન્મ સ્થળ રાજકોટ છે. વિદેશમાં રહેતી હોવા છતાં માધવી જલુ પોતાના દેશ અને સગા વ્હાલના કાયમી ટચ માં રહેતી હોય છે. ત્યારે ઇ કોમર્સ બિઝનેસની લોન્ચિંગ ઇવેન્ટ ભારતના કોઈ શહેરમાં આયોજિત કરવા કરતાં જન્મભૂમિ પર જ કરવાનું વિચાર્યું હતુ. જે અન્વયે રાજકોટની ધ ઇમપિરિયલ પેલેસ હોટલમાં રવિવાર અને ફ્રેન્ડશીપ ડે ની સમી સાંજે આ યાદગાર ઇવેન્ટ આયોજિત કરવામાં આવી.