New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/sddefault-7.jpg)
રાજકોટ સહિત ગુજરાતમા છેલ્લા કેટલાંય સમયથી આશા વર્કર બહેનો અને હેલ્થ વર્કરની બહેનો પોતાની પડતર માંગણીને લઈ અવાજ ઉઠાવતી રહેતી હોઈ છે.
ત્યારે આજ રોજ રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક ખાતે આશા વર્કર બહેનો અને હેલ્થ વર્કરની બહેનો દ્વારા રસ્તા પર ઉતરી જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં આશા વર્કર બહેનો અને હેલ્થ વર્કરની બહેનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. મહિલા પોલીસ દ્વારા 50 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં આશા વર્કર બહેનો અને હેલ્થ વર્કરની બહેનોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને વેતન વધારા અને કાયમી કરવા બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા આ પ્રશ્નનો કોઇ ઉકેલ આવતો નથી.
Latest Stories