/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/145.jpeg)
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન
રાજકોટના મોરબી રોડ ઉપરથી એક્ટિવા લઈને પસાર થઈ રહેલી દેરાણી જેઠાણીને ટ્રક ચાલકે અડફેટમાં લેતાં ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોલંકી પરિવારની બે મહિલાનાં મોતના પગલે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
બનાવની પ્રાપ્ત માહતી અનુસાર રાજકોટના મોરબી રોડ પરથી એક્ટિવા ગાડી લઈને દેરાણી મનિષાબેન ધર્મેશ સોલંકી અને જેઠાણી અંજનાબેન આશિષ સોલંકી કોઈ કામ અર્થે નીકળ્યા હતા. દરમિયાન એક્ટિવા લઈને મોરબી રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં. તેવામાં સામેથી આવતી પૂરપાટ ટ્રકના ચાલકે એક્ટિવા ગાડી પર જઈ રહેલા દેરાણી જેઠાણીને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે અક્ટિવા ગાડી પર પસાર થઈ રહેલા મનિષાબેન અને અંજનાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. બનાવના પગલે ટ્રક ડ્રાઈવર ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો. આ બનાવના પગલે સોલંકી પરિવારમાં બે મહિલાના મોતના સમાચાર મળતા જ શોકનું મોજ ફરી વળ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ટ્રકના ડ્રાઈવરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.