Connect Gujarat
ગુજરાત

રાજકોટ બારદાન કૌભાંડ મામલોઃ બારદાન ખરીદનાર બે વેપારીની ધરપકડ

રાજકોટ બારદાન કૌભાંડ મામલોઃ બારદાન ખરીદનાર બે વેપારીની ધરપકડ
X

એક બારદાનનો સરકારી ભાવ 71, જ્યારે મગનની ટોળકીએ 50 રૂપિયાની કિંમતમાં વેચી માર્યા

સૌરાષ્ટ્રનાં બારદાન કૌભાંડમાં મગન ઝાલાવડીયાએ 3 ટ્રક ભરીને બારદાન બારોબાર મોકલી દીધા હતા. પોલીસને તપાસ દરમિયાન મજબૂત પુરાવા મળી આવ્યા હોવાનું જણાયું. રજીસ્ટરમાં પણ મોટાપાયે ગોલમાલ કરવામાં આવી હોવાનું ફલિત થયું છે. સમગ્ર કૌભાંડમાં દિન પ્રતિદિન નવા ખુલાશા થઈ રહ્યા છે. ત્યારે વધુ બે વેપારીઓની ધરપકડ કરી પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર કૌભાંડનાં મુખ્યસૂત્રધાર મગન ઝાલાવાડીયાએ જેમને બારોબાર બારદાન વેચ્યા હતા તે ખરીદનાર 2 વેપારીની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મહેશ અને અરવિંદ નામના 2 વેપારીઓની ધરપકડ કરી છે. હાલમાં બન્ને વેપારીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. એક બારદાનનો સરકારી ભાવ 71 રૂપિયા છે. જ્યારે મગનની ટોળકીએ બન્ને વેપારીને 50 અને 54 રૂપિયા લેખે 10800 તથા 20 હજાર નંગ બારદાન વેચી દીધા હતા. બારદાન કૌભાંડમાં ધરપકડનો આંક 7 થયો છે. આ સમગ્ર કૌભાંડમાં હજુ વધુ કેટલાકની ધરપકડ થાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

Next Story