રાજકોટ : રેસ્કોર્સ-૨ પાસે CMએ કર્યા નવાનીરના વધામણા સાથે વૃક્ષા રોપણ

New Update
રાજકોટ : રેસ્કોર્સ-૨ પાસે CMએ કર્યા નવાનીરના વધામણા સાથે વૃક્ષા રોપણ

રાજકોટ જિ.પં.ના વિવાદથી કોંગ્રેસની આંતરિક લડાઇ પરાકાષ્ઠાએ,નેતાગીરીને લઇને છે રોષ: CM

રેસકોર્સ ૨ પાસે અટલ સરોવરમા આવેલા નવાનીરનું પૂજન કરી વૃક્ષારોપણ કર્યું

શુક્રવારે સાંજથી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે આવ્યા છે. આજે સવારે રેસકોર્સ-૨ પાસે નવા બનાવાયેલા અટલ સરોવરમાં નવા નીર આવ્યા તેનું પૂજન કરી વૃક્ષારોપણ કર્યું હતું. અહી તેણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતમા ચાલતો વિવાદ કોંગ્રેસનો આંતરિક ઝઘડો છે જે પરાકાષ્ઠાએ આવી ગયો છે. આમ પણ કોંગ્રેસમાં નેતાગીરીને લઇ વ્યાપક પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • સુજલામ સુફલામ વખતે રૂપાણીના પત્નીએ અહીં માટી ખોદી ઉચક્યા હતા તગારા

સુજલામ સુફલામ યોજનામાં તળાવો ઊંડા કરવા સમયે રાજકોટમાં રેસકોર્સ-2 પાસે તળાવ ઊંડા કરવાની યોજના હાથ ધરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી રાજકોટ આવ્યા હતા અને અહીં પોતે બૂલડોઝર ચલાવી પાવડો હાથમાં લઇ માટી ઉલેચી હતી. એટલુ જ નહીં તેના પત્ની અંજલીબેન રૂપાણીએ ખંભા પર માટી ભરેલા તગારા ઉચક્યા હતા અને શ્રમદાન કર્યું હતું. સારા વરસાદના પગલે આ તળાવ ભરાઇ જવાથી પાણી સંગ્રહ થતા નવા નીરના વધામણા કર્યા હતા.

  • રેસકોર્સ-૨ ખાતે ૧૧૧૧ વૃક્ષો રોપવામાં આવ્યા

રાજકોટમાં નવા રિંગરોડ પર રેસકોર્સ-૨ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ૧૧૧૧ રોપાનું વાવેતર મનપા દ્વારા કરવામાં આવ્યું હતું. ગત વર્ષે વન વિભાગે ત્યા વનમહોત્સવની ઉજવણી કરી હતી તેનું પરિણામ શૂન્ય રહ્યું હતું ત્યારે હવે મનપા ત્યાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરશે. ઓગસ્ટ માસના પ્રારંભથી શહેરના ત્રણેય ઝોનમાં રોપા વિતરણ શરૂ થશે.

  • જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન રાજકોટનું આજેCM ઉદઘાટન કરશે

જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તથા જૈન ઇન્ટરનેશનલ વૂમન ઓર્ગેનાઇઝેશનના રાજકોટ ચેપ્ટરનું ઉદઘાટન નમ્રમુનિ મહારાજના મંગલ સાંનિધ્યમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં બપોરના 3 કલાકે હોટેલ ઈમ્પિરિયલ પેલેસ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.

Latest Stories