New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/IMG-20190426-WA0065.jpg)
માળિયાના માણાબા પાટિયા પાસે આજે સાંજના સુમારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ભયાનક અકસ્માતમાં ૪ પુરૂષ અને ૧ મહિલા મળીને કુલ ૫ વ્યક્તિના કરૂણ મોત નિપજયા હોવાનું જાણવા મળ્યું છે.
માળિયા નજીક આવેલા માણાબાના પાટિયા પાસે આજે સાંજના સમયે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં અમદાવાદ તરફ જતી જીજે ૦૯ બીબી ૫૨૮૨ નંબરની સેવરોલેટ કાર સાથે રોડ ઉપર રોંગ સાઈડમાં આવતી જીજે ૦૧ કેએલ ૧૧૨૯ નંબરની આઈ ૨૦ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બન્ને કારનો ખુરદો બોલી ગયો હતો . કારમાં સવાર ૪ પુરુષ અને ૧ મહિલા મળીને કુલ ૫ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. અન્ય બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
Latest Stories