/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/Untitled-1-copy-1-7.jpg)
અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાની નોંધાવા પામી નથી
રાજકોટના બેડી નજીક વિદેશીદારૂ ભરેલી કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ બેડી નજીક વિદેશીદારૂ ભરેલ કાર અને રીક્ષા પસાર થઈ રહ્યા હતાં. તે સમયે કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ કરતાં કારમાં વિદેશીદારૂનો જથ્થો ભરેલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી આ વિદેશીદારૂ કયાંથી લાવ્યો અને કયાં લઈ જવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું સ્થાનિક વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખની છે કે એકબાજુ મુખ્યમંત્રી રાજકોટમાં પોતાના કાર્યક્રમમાં હાજર હોવા છતાં બૂટલેગરો દ્વારા વિદેશીદારૂની હેરાફેરી કરવામાં આવતા પ્રજા દ્વારા તંત્ર સામે અનેક સવાલે ખડા કરી રહી છે.