રાજકોટઃ ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

New Update
રાજકોટઃ ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

જામનગર રોડ ઉપર આવેલી સૈનિક સોસાયટીનાં બસ સ્ટેન્ડ નજીક સર્જાયો અકસ્માત

રાજકોટના જામનગર રોડ પર આવેલી સૈનિક સોસાયટીનાં બસ સ્ટેન્ડ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

જામનગર રોડ પરનાં સૈનિક સોસાયટીનાં બસ સ્ટેન્ડ રિક્ષા, કાર અને બાઈક વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Latest Stories