Connect Gujarat
Featured

રાજકોટ : ધોરાજીના 13 વર્ષના બાળકની અદ્ભુત ચિત્રકળા, બનાવ્યા 70 ચિત્રો

રાજકોટ : ધોરાજીના 13 વર્ષના બાળકની અદ્ભુત ચિત્રકળા, બનાવ્યા 70 ચિત્રો
X

ધોરાજીની જેનીલ રાજપરા જે નાની વયે ઓનલાઈન અભ્યાસની સાથે ચિત્રો દોરીને સમયનો સદઉપયોગ કરી અન્ય બાળકોને પ્રેરણાઓ આપી રહ્યો છે.જેનિલ રાજપરાને નાની વયથી જ ચિત્રો બનાવવાનો શોખ હતો.

આજની પેઢી જે રીતે મોબાઇલના તેમજ બીજા અવળા રસ્તે ચડી જાય છે ત્યારે ધોરાજીમાં રહેતા રાજપરા જેનીલ હિતેશભાઈ નામનો બાળક કે જે હાલ ધોરણ 8 માં અભ્યાસ કરે છે. માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે કોરોના જેવા કપળા સમયકાળમાં ઓનલાઇન શિક્ષણ લઈ રહ્યો છે ઉપરાંત સમયનો સદુપયોગ કરીને કલાને દિવસેને દિવસે ખીલવે છે અને અવનવા ચિત્રો દોરીને પોતાનામાં રહેલી આવડતને બહાર લાવે છે તેમજ અન્ય બાળકોને પ્રેરણાદાઈ ઉદાહરણ પુરૂં પાડી રહ્યો છે. 13 વર્ષનો બાળક આબેહૂબ ચિત્રો બનાવીને પોતાનો શોખ પૂરો કરી રહયો છે. જેનિલે પેન્સીલ આર્ટ, સ્કેચ આર્ટ, ગલીટર આર્ટ, ફીંગર આર્ટ જેવાં જાતજાતના ડ્રોઈંગ બનાવે છે. અત્યાર સુધીમાં 60 થી 70 જેટલા ચિત્રો બનાવી અદભુત ચિત્રકળાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

Next Story