/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-10.jpg)
લોકસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરવા માચેની મુદ્દત 4 એપ્રિલ સુધીની છે. ત્યારે સૌરાષ્ટ્રમા ભાજપની ત્રણ લોકસભા સીટ પર ભાજપવા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમા મોહન કુંડારીયાએ ફોર્મ ભર્યુ હતું. તો જામનગરમા આરસી ફળદુની હાજરીમા પુનમ માડમે ફોર્મ ભર્યુ હતુ. તો બિજી તરફ જીતુ વાઘાણીની હાજરીમા પોરબંદર ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે ફોર્મ ભર્યુ હતુ.
રાજકોટમા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અદ્યક્ષતામા રોડ શોનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ. રામકૃષ્ણ આશ્રમથી લઈ બહુમાળી ભવન ચોક સુધી રોડ શો યોજાયો હતો. જે બાદ બહુમાળી ભવન ખાતે જાહેર સભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે આ ચૂંટણી હિન્દુસતાન અને પાકિસ્તાન વચ્ચેની છે. જો ચૂંટણીમા કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમા ફટકાડા ફૂંટશે. તો સભા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમા મોહન કુંડારીયાએ ફોર્મ ભર્યુ હતુ.