રાજકોટ : 2008માં કલેકટર કચેરીમાં તોડફોડનો કેસ, જાણો કોને થઇ છે સજા

New Update
રાજકોટ :  2008માં કલેકટર કચેરીમાં તોડફોડનો કેસ, જાણો કોને થઇ છે સજા

જસદણના પુર્વ ધારાસભ્ય અને હાલ ભાજપમાં જઇ કેબીનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળીયાની ધરપકડના વિરોધમાં 2008માં રાજકોટ કલેકટર કચેરીમાં તોડફોડની ઘટના બની હતી. આ ગુનામાં રાજકોટની કોર્ટે ચુકાદો આપતાં 10 આરોપીઓને એક વર્ષ કેદની સજા ફટકારી છે.

તારીખ પહેલી ડીસેમ્બર 2008ના રોજ સીઆઇડી ક્રાઇમ દ્વારા જે તે સમયના જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસના આગેવાનો ભાજપ સરકારે પોલીસને હાથો બનાવી કુંવરજી બાવળીયાની ધરપકડ કરી હોવા બાબતે કલેકટરને આવેદનપત્ર આપવા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભેગા થયાં હતાં. આ સમયે કેટલાક શખસોએ કલેકટર કચેરીમાં તોડફોડ કરી હતી. સરકારી કચેરીમાં તોડફોડ બદલ 179 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજકોટની કોર્ટે 11 વર્ષ પહેલાં બનેલી ઘટનામાં આજે ચુકાદો આપ્યો છે. જેમાં 170 આરોપીઓ વિરુદ્ધ સુનાવણી કરવામાં આવી હતી જે પૈકી 158 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાંં આવ્યા છે. જ્યારે બાર આરોપીઓને એક વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સજા પામેલા 12 આરોપીઓ પૈકી બે આરોપીના મોત થઇ ચુકયાં છે. કોર્ટે સજા ફટકારી છે તેમાંથી કેટલાક આગેવાનો પહેલાં કોંગ્રેસમાં હતાં અને હાલ ભાજપમાં જોડાય ગયાં છે. જેમની તરફેણમાં કોંગી કાર્યકરો એકત્ર થયાં હતાં તેવા કુંવરજી બાવળીયા પણ હાલની ભાજપ સરકારમાં કેબીનેટ મંત્રી છે.

કોને કોને દોષિત જાહેર કરાયા

  • ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ.
  • જશવંતસિંહ ભટ્ટી પૂર્વ શહેર પ્રમુખ, કોંગ્રેસ.
  • અશોક ડાંગર, પૂર્વ શહેર પ્રમુખ, કોંગ્રેસ.
  • મહેશ રાજપુત, આગેવાન, કોંગ્રેસ.
  • ગોવિંદ રાણપરીયા, આગેવાન, ભાજપ.
  • મોહંમદ જાવેદ પીરઝાદા, ધારાસભ્ય, કોંગ્રેસ.
  • ભીખાભાઈ જોશી, ધારાસભ્ય, કોંગ્રેસ.
  • ગોરધન ધામેલીયા, આગેવાન, ભાજપ.
  • ભીખુ વારોતરીયા, આગેવાન, કોંગ્રેસ.
  • સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા પૂર્વ સાંસદ, ભાજપ.
  • દેવજીભાઈ ફતેપરા, પૂર્વ સાંસદ, ભાજપ.
  • સ્વ. પોપટભાઈ જીંજરિયા, પૂર્વ ધારાસભ્ય.