/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/maxresdefault-65.jpg)
રાજકોટમા શુક્રવારના રોજ ફાસ્ટટ્રેક કોર્ટમા કોર્ટ મુદ્દતે આવેલા બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જે બાબતનો લાઈવ મારામારીનો વિડીયો પણ સોશીયલ મિડીયામા વાઈરલ થયો હતો. કોર્ટમા મારામારીની ઘટના સામે આવ્યાની જાણ થતા પ્ર.નગર પોલીસે, એસોજી અને ક્રાઈમ બ્રાંચ ઘટના સ્થળે પહોંચી હાજર રહેલા શખ્સોની અટકાયત કરી હતી.
ત્યારબાદ બંને પક્ષો દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ રઝાક જામનગરીની ફરિયાદના આધારે ૬ શખ્સોની ધરપકડ કરવામા આવી છે. પોલસી ફરિયાદમા રઝાક જામનગરી એ જણાવ્યુ હતુ કે મારો પુત્ર હત્યાના ગુનામા જેલમા હોઈ જેની કોર્ટની મુદ્દત હતી જેથી હુ તેને મળવા માટે ગયો હતો. આ સમયે ફરિયાદી પક્ષના ઈકબાલ સહિત ૬ લોકોએ મને અને મારા પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી મારા મારી કરી હતી. તો સામા પક્ષે ઈકબાલે ફરિયાદ નોંધાવાતા ૨ શખ્સોની ધરપકડ કરવામા આવી છે.