New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-101.jpg)
રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલ માધવન પાર્ટી પ્લોટમાં હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું હતું. મુળ ચોટીલાના અને છેલ્લા કેટલાંય સમયથી રાજકોટમા રહેતા મહેશ ઓકળીયા નામના શખ્સની તેનાજ સાથી કર્મીઓ દ્વારા હત્યા કરવામા આવી હતી.
હત્યા કર્યા બાદ આરોપી વિનોદ ઉર્ફે દીનેશ,લક્ષમણ ઉર્ફે લખો,કાળભાઈ ચનાળા,શૈલેષ ડીંડોર રાજસ્થાન ચાલ્યા ગયા હતા. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે તેમને રાજસ્થાન જઈ ઝડપી પાડયા હતા. ત્યારે પોલીસની પુછપરછમા આરોપીઓએ પૈસા 1 લાખ 70 હજાર મહેશ પાસે લેણા નિકળતા હતા. જે પૈસા મહેશ ન આપતા તેને ઢોર માર મારી તેની હત્યા નિપજાવવામા આવી હોવાનુ કબુલાત નામુ આપ્યુ છે.
Latest Stories