New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-38.jpg)
રાજકોટ જાણે કે ગુનાખોરીનુ હબ બની ચુક્યુ હોઈ તેમ એક બાદ એક ગુનાખોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમા ફરી એક વાર દુપટ્ટા ગેંગનો આંતક સામે આવ્યો છે.
રાઅજકોટ શહેરના હાર્દ સમાન વિસ્તાર ગણાતા એવા યાજ્ઞીક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમા ૨૦ હજાર રોકડની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થવા પામી છે. સીસીટીવીમા સપષ્ટ પણે જોઈ શકાય છે કે કઈ રીતે ૬ સ્ત્રીઓ પાણી પીવાના બહાને આઈસ્ક્રીમ પાર્લરમા જબરદસ્તીથી ઘુસે છે. તેમજ ત્યારબાદ કર્મચારીને બિજી વાતમાં વ્યસ્ત કરી અન્ય મહિલાઓ પોતાની સાડીનો પાલવ ફેલાવી અન્ય સાથી મહિલાને ચોરી કરવામા મદદ રૂપ બને છે. આ મામલે શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશના ફરિયાદ પણ નોંધાવા પામી છે.
Latest Stories