Connect Gujarat
Featured

રાજકોટ : પોલીસની ઓળખ આપી લૂંટારુઓએ ચલાવી લૂંટ

રાજકોટ : પોલીસની ઓળખ આપી લૂંટારુઓએ ચલાવી લૂંટ
X

રાજકોટ જિલ્લાના જેતપુરમાં પોલીસની ઓળખ આપી પરપ્રાંતીય તેમજ સિનિયર સિટીઝન પાસેથી મોબાઇલ તેમજ રોકડ રકમની લૂંટ કરતાં બે ઈસમો જેતપુર પોલીસે ઝડપી પડ્યા હતા.

લૂંટારુઓ વેશ અને ઓળખ બદલી લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જેતપુર પોલીસે આવા બે ઇસમોની ધરપકડ કરી લીધી છે. રાજકોટના જેતપુરમાં ગત સાંજના સમયે અલગ અલગ વિસ્તારમાં પોલીસની ઓળખ આપીને પરપ્રાંતીય તેમજ સિનિયર સિટીઝન પાસેથી રોકડ રકમ તેમજ મોબાઇલની લૂંટની ફરીયાદ પોલીસને મળી હતી. પોલીસે આવા લૂંટારુઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને સીસીટીવી કેમેરાનાં આધારે તેમજ હ્યુમન સોર્સ મારફત જાણવા મળ્યું હતું કે, આ ગુનામાં જે એક્ટિવા ઉપયોગમાં લેવામા આવી હતી તેની નંબર પ્લેટના આધારે તેં અમરેલી જીલ્લાનાં વાડિયાની હોવાનું માલુમ પાડ્યું હતું. પોલીસ દ્વારા અલગ અલગ ટિમ બનાવી આ ઇસમોની વાડિયાથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. બન્ને ઈસમોએ લૂંટેલ મુદ્દામાલ ચમ્પરજપુર રેલ્વે સ્ટેશન નજીક ડાંટ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વિજય ઉર્ફે દેવરાજ જીતેન્દ્રભાઈ બાંભરીયા અને ચિનુભાઈ લાલકિયા નામના બન્ને શખ્સોને કોવિડ19 નો ટેસ્ટ કરવા હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Next Story