/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-438.jpg)
ઇદનાં કપડા લેવા જેવી સામાન્ય બાબતમાં રાજકોટમાં એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. શહેરનાં ભગવતીપરા વિસ્તારમાં શુક્રવારની રાત્રે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ તેની જ પત્નીને છરીનાં પાંચ જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું હતું. જોકે હત્યા કરી નાસી ચુકેલા હત્યારા પતીને પોલીસે વાંકાનેર થી ધરપકડ કરી હતી. જૂઓ કોણ છે આ શખ્સ અને શા માટે કરી હત્યા અમારા આ રીપોર્ટમાં.
રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે ઇકબાલ ઉર્ફે ભુરો જુણેજા. આરોપી ઇકબાલ પર આરોપ છે તેની પત્ની રૂકશારની છરીનાં ઘા ઝીંકી હત્યા કરવાનો. રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં હુસેનીયા મસ્જીદ નજીક આવેલા ફરૂબેનનાં મકાનમાં શુક્રવારે રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. બી ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ફરૂબેનનાં મકાનમાં ભાડે રહેતા ઇકબાલ ઉર્ફે ભુરા નામનાં શખ્સે તેની પત્ની રૂકશારની છરીનાં ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે ઇકબાલની શોધખોળ કરતા ઇકબાલ તેનાં વાંકાનેરમાં રહેતા મિત્રનાં ઘરે તરફ ફરાર થયો હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે વાંકાનેર થી આરોપી ઇકબાલની ધરપકડ કરી હતી.
શા માટે કરી હત્યા ?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી ઇકબાલ ઉર્ફે ભુરાએ પોલીસને કબુલાત આપતા કહ્યું હતું કે, શુક્રવારની રાત્રે તેની પત્ની રૂકશાર તેની માતા સાથે ફોનમાં વાત કરતી હતી. ઇદનાં કપડા લેવા બાબતે તેની માતાએ પતિ કપડા ન ખરીદ કરી દે તો તે કરી દેશે તેવું કહ્યું હતું. જોકે ફોન પુરો થયો બાદ પણ રૂકશાર તેનાં પતિ ઇકબાલ ઉર્ફે ભુરા સાથે ઇદનાં કપડા ખરીદી કરવા બબતે બોલાબોલ કરતી હતી. ત્યારે ચુપ થવા કહ્યું હતું. તેમ છતાં રૂકશારે ઇકબાલ સાથે ઝઘડો ચાલું રાખ્યો હતો. જેથી ઇકબાલે શાકભાજી સુધારવાની છરીનાં રૂકશારને પાંચ જેટલા છરીનાં ઘા ઝીંકી દીધા હતા. જેમાં તેનું મોત થયું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
રાજકોટમાં અવાર નવાર સામાન્ય બાબતમાં હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત કપડા લેવા જેવી સામાન્ય બાબતમાં પત્નીની હત્યા કરનાર પતીને પોલીસે જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. જો કે હત્યા પાછળ ઇદનાં કપડા લેવાનો જ ઝઘડો કારણ ભુત હતો કે અન્ય કોઇ કારણ તે દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.