જેલ પંટાગણમા થયેલ હત્યા મામલે પોલીસે કરી બે શખ્સની ધરપકડ

New Update
જેલ પંટાગણમા થયેલ હત્યા મામલે પોલીસે કરી બે શખ્સની ધરપકડ

રાજકોટમા ખુન કા બદલા ખુનની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે હત્યા કરનાર રાહુલ અને તેના મિત્રની ધરપકડ કરી છે. જી, હા શુક્રવારના રોજ રાજકોટની સેન્ટ્રલ જેલના પંટાગણમા હત્યાની ઘટના સામે આવી હતી. તો હત્યા કર્યા બાદ આરોપીઓ હત્યા કરી ત્યાંથી નાસી છુટ્યા હતા.

જો કે ગણતરીની જ કલાકોમા હત્યારાઓને પોલીસે ઝડપી જેલના સળીયા ગણાવતા કરી દીધા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી રાહુલ ટેકવાણીના નાનાભાઈ વિશાલની હત્યા ગત સપ્ટેમબર માસમા થઈ હતી. જે મામલે પોલીસે આરોપીઓને પકડી જેલમા ધકેલી દીધા હતા. જ્યારે વિપુલ નામના શખ્સ વિરૂધ્ધ પોલીસને જે તે સમયે પુરાવા ન મળતા તેની ધરપકડ કરવામા નહોતી આવી.

જે બાબતનો ખાર વિશાલના મોટા ભાઈ રાહુલના મનમા હતો. તેથી તે ચોક્કસ સમયની રાહ જોતો હતો. રાહુલને માહિતી મળી હતી કે તેના ભાઈના હત્યારાઓને વિપુલ રોજ ટિફીન પહોંચાડવા જેલમા જાય છે. આજ વાત પરથી તેને વિપુલની હત્યા કરવાનુ નક્કી કર્યુ. શુક્રવારના રોજ જ્યારે વિપુલ તેના મિત્ર મનોજ સાથે એકટીવા પર ટિફીન આપી પરત ફરી રહ્યા હતો.

ત્યારે ત્યા છુપાયેલા રાહુલે છરીનો ઘા વિપુલને મારવા જતા એકટીવા ચલાવતા મનોજે ડરી જતા એકટીવા ભગાવવા જતા મનોજને તે છરીનો ઘા લાગી ગયો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી રાહુલ કરાટેમા બ્લેક બેલ્ટ ચેમ્પિયન પણ છે.

Latest Stories