New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/5cb28625-bd2b-4aa9-84c3-d018e2492afe.jpg)
ધોરણ 9નાં ક્લાસમાં છેલ્લી બેંચ ઉપર બેઠેલા બે વિદ્યાર્થીઓને શિક્ષકે માર માર્યો હતો.
રાજકોટની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા બે વિધ્યાર્થીને શિક્ષક દ્વારા માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથે જ વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્કુલે પહોંચ્યા હતા.
મિડીયા સાથેની વાતચીતમાં શિક્ષકના મારનો ભોગ બનેલા વિદ્યાર્થી રૂદ્રએ જણાવ્યું હતું કે, તે અને તેનો ક્લાસ મેટ બંને છેલ્લી બેંચ પર બેઠા હતા. ત્યારે શિક્ષકે અવાજ કેમ કરો છો? તેમ કહી બંનેને માર માર્યો હતો. જે બાદ સમગ્ર મામલો પ્રિન્સિપાલ સુધી પહોંચતા ગરમાયો હતો. આખરે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.