Connect Gujarat
ગુજરાત

રાષ્ટ્રીય લઘુમતી કમિશનના સભ્ય ખુરશેદ દસ્તૂરે લીધી ડાંગની મુલાકાત

રાષ્ટ્રીય લઘુમતી કમિશનના સભ્ય ખુરશેદ દસ્તૂરે લીધી ડાંગની મુલાકાત
X

લઘુમતીઓની કલ્યાણ યોજનાઓ સહિત તેમના પ્રશ્નો, મુશ્કેલીઓ બાબતે મેળવ્યો તાગ

કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય લઘુમતી કમિશનના સભ્ય ઍવા ખુરશેદ દસ્તૂરે તાજેતરમાં ડાંગ જિલ્લાની જાતમુલાકાત લીધી હતી. દરમિયાન ડાંગ કલેક્ટર બી.કે.કુમાર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, લઘુમતી સમુદાયના અગ્રણીઓ વિગેરે સાથે યોજાયેલી બેઠકમાં દસ્તૂરે જિલ્લામાં માયનોરિટી કોમ્યુનિટિ માટેની અમલી વિવિધ યોજનાઓ, અને તે અંગે હાથ ધરાયેલી કામગીરીનો તાગ મેળવ્યો હતો.

લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓના અપગ્રેડેશન સહિતની કામગીરીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે, તેમ જણાવતા ખુરશેદ દસ્તૂરે લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને મળતી વિવિધ શૈક્ષણિક સહાય, શિષ્યવૃત્તિ, સ્વરોજગારી માટેની તકો, તાલીમ, બેîક લોન સહાય જેવી બાબતે પણ સૂક્ષ્મ વિગતો મેળવી, ઉપયોગી સૂચનો કર્યા હતા.

તેમણે લઘુમતી સમુદાયના ઉપસ્થિત રહેલા અગ્રણીઓના પ્રશ્નો, તથા મુશ્કેલીઓ સાંભળી જિલ્લા પ્રશાસનને નિયમોનુસાર કાર્યવાહી કરવાનો પણ આ વેળા અનુરોધ કર્યો હતો.ડાંગ કલેક્ટર બી.કે.કુમારે જિલ્લામાં લઘુમતી સમુદાયની સ્થિતિનો ચિતાર રજુ કરી, તેમના માટે હાથ ધરાયેલી કાર્યવાહી વિગતો રજુ કરી હતી. ચર્ચા દરમિયાન કલેક્ટર કુમારે જિલ્લા પ્રશાસન દ્વારા લઘુમતી સમુદાય સહિત સૌ પ્રજાજનોના કલ્યાણ માટેની યોજનાઓ તથા તેમના પ્રશ્નો, ફરિયાદો, રજુઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે વહિવટી તંત્ર કામગીરી કરી રહ્નાં છે, તેમ જણાવ્યું હતું.

આહવાની કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ મુલાકાત, બેઠકમાં લઘુમતી સમુદાયના અગ્રણીઓ સહિત નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોર, પંચાયતના કાર્યપાલક ઇજનેર ગિરીશ પટેલ ઉપરાંત સંબંધિત વિભાગો/કચેરીના ઉચ્ચાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્ના હતા.

Next Story