New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-69.jpg)
એક તરફથી આપણા સભ્ય સમાજમાં સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીને સન્માન આપવાની વાત કરવામાં આવી છે. તો બિજી તરફ રાજકોટમાં દિવસે અને દિવસે સ્ત્રીઓ પર થતા અત્યાચારના કિસ્સાઓમાં વધારો થતો હોવાનુ સામે આવી રહ્યું છે. ત્યારે રાજકોટમા જાહેરમાં સ્ત્રીને માર મારવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ પાસે રસ્તા પર જતી મહિલા અને તુફાન ચાલક વચ્ચે રકઝક થવા પામી હતી. જે બાદ ઉશકેરાયેલા તુફાન ચાલકે પોલીસ ઉપયોગમાં લેતી હોઈ તેવી લાકડી વડે મહિલાને માર માર્યો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થવા પામ્યા હતા. ત્યારે હાજર વ્યક્તિ પૈકી કોઈએ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. જો કે આ મામલે પોલીસનો સંપર્ક સાધતા કોઈ પોલીસ ફરિયાદ ન મળી હોવાનું સામે આવ્યુ છે.