Connect Gujarat
ગુજરાત

રાજકોટ : મિસ ફાયર કે પછી હત્યા? શંકાસ્પદ પીએસઆઇ ચાવડા વિરુદ્ધ નોંધાયો ગુનો

રાજકોટ : મિસ ફાયર કે પછી હત્યા? શંકાસ્પદ પીએસઆઇ ચાવડા વિરુદ્ધ નોંધાયો ગુનો
X

રાજકોટના બસ સ્ટેશન પોલીસ ચોકીમાં બુધવારે પીએસઆઇની રિવોલ્વરથી મિસ ફાયરથવાની ઘટનામાં એક સ્પાના સંચાલકનું મૃત્યુ નીપજયું. ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતાં મામલો શંકાસ્પદ જણાતા પીએસઆઈ ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

રાજકોટના બસ સ્ટેશનમાં આવેલ પોલીસ

ચોકીમાં બુધવારના રોજ સાંજે સબ પોલીસ ઈન્સ્પેકટરની સર્વિસ રિવોલ્વરની ગોળી વાગતાં

હિમાંશુ ગોહેલ નામની વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક અને પી.એસ.આઇ

ચાવડા છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હોવાની વિગતો બહાર આવી છે. બે દિવસ પહેલા જ પીએસઆઇ ચાવડા હિમાંશુ ગોહેલના સ્પા સેન્ટર બહાર જોવા મળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ બહાર

આવ્યા છે.

મિસ ફાયર ઘટનાની જાણ

થતાં જ પીઆઈ, એસીપી, ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે

દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જ બનાવ શંકાસ્પદ જણાઈ આવ્યો હતો. પોલીસે સમગ્ર

મામલે પી.એસ.આઇ ચાવડા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

સાપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત પીએસઆઇ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તો સાથે

જ પી.એસ.આઇ ચાવડાની સર્વિસ રિવોલ્વર પણ કબજે કરવામાં આવી છે.

બીજી તરફ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો

ઇનકાર કર્યો છે. સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ જ્યાં સુધી હત્યાનો ગુનો નહીં નોંધે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

Next Story