/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/vlcsnap-6776-10-30-23h11m22s161.png)
રાજકોટમાં અત્યાર સુધીમાં 15 જેટલા સ્વાઈનફ્લુનાં કેસ નોંધાયા છે, જેમાંથી એકનું મોત થયું હતું
રાજકોટમાં રોગચાળાએ માઝા મુકી છે. ડેગ્યુ, સ્વાઇન ફલુ સહિતના રોગચાળાને લઇને એક બાજુ લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજીબાજુ આરોગ્ય અધિકારીઓ મોટી મોટી વાતો કરી રહ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે સાસંદ અને ઘાાસભ્યો પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીના સ્વરછતા અભિયાનને લઇને પદાધિકારીઓએ હોસ્પિટલના સ્ટાફને સપથ લેવડાવ્યા હતા. ક્યારેય જોવા ન મળતા સ્વરછતા આજે સિવિલ હોસ્પિટલમાં સવારથી જોવા મળતી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામા દર્દીઓ આવે છે. સાસંદ મોહન કુડારીયાએ સિવિલ હોસ્પીટલના સુપ્રીટેન્ડેન્ટ પાસેથી સ્વાઇનફલુ અને ડેગ્યુના કેસના વિગતો અને સારવાર માટેની વ્યવસ્થાને લઇને માહીતી મેળવી હતી.ઉલ્લેખનીય છે કે રાજકોટ સીવીલ હોસ્પિટલમા અને ખાનગી હોસ્પિટલમા પંદર દીવસમા કુલ 15 દર્દીઓ સ્વાઇન ફલુના દાખલ થયા હતા. જેમાથી એક નુ મોત થયુ હતું. જ્યારે 4ને સારુ થઇ જતા રજા આપી દીઘી છે. તો બાકીના દસ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.