Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ નાફેડના અક્કડ વલણ સામે સોમાના સભ્યો ઉતરતાં વર્તાયી અસર

રાજકોટઃ નાફેડના અક્કડ વલણ સામે સોમાના સભ્યો ઉતરતાં વર્તાયી અસર
X

હાલ ઓઇલમિલરોને નાફેડ દ્વારા અમુક મુદે સહકાર આપી રહ્યા છે.

નાફેડના અક્કડ વલણ સામે સોમાના સભ્યોએ લડાઈ શરૂ કરતાં જ તેની અસર વર્તાયી છે. સોમાએ નાફેડ પાસેથી મગફળી ખરીદવાનું બંધ કરી દીધું છે. ત્યારે ફરી એક વખત નાફેડે હકારાત્મક વલણ દાખવ્યું છે. નાફેડનું વલણ જોઈ તેની સાથે કામ કરવું કે નહીં તે સંદર્ભે આજ ગોંડલમાં ઓઇલ મિલરોની એક બેઠક મલતા ગોંડલના ઉદ્યોગ નગર હોલમાં ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર ભરના ઓઈલમિલરો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં ઓઇલમિલરો આગળની રણનીતિ ઘડશે અને એના પણ સાથે કામ કરવું કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ અંગે મળેલી બેઠકમાં સોમાના પ્રમુખ સમીર શાહ સહિતના સૌરાષ્ટ્રભર માંથી ઓઇલ મિલરો ઉપસ્થિત રહ્યા છે.

હાલ ઓઇલમિલરોને નાફેડ દ્વારા અમુક મુદે સહકાર આપી રહ્યા છે. જેમ કે ઇ-ઓક્શનમાં બીડના ભાવો શું છે તે બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ હજુ બીજા અન્ય ઘણા મુદ્દાને જો નાફેડ પૂરતો સહયોગ નહીં આપે તો તેનો વિરોધ કેમ કરવો તે સહિતની બાબતોનો નિર્ણય આજની મળનારી બેઠકમાં લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યુ છે.

Next Story