/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-195.jpg)
રાજકોટમાં હેવાનીયતની હદ વટાવી જતી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં ૧૧ વર્ષની સગીરાની સાથે પાડોશમાં રહેતા જ શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હોવાની મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. પોલીસ તપાસમાં આરોપીએ સગીરાના ઘરની વંડી કુદીને પ્રેવેશ કરી 'તારા ભાઇની હત્યા કરી નાખીશ' તેવી ધમકી આપીને મોંઢે ડુમો આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે પોલીસે નરાધમ પાડોશીની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે.
રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા આ નરાધમ શખ્સને જૂઓ. તેનું નામ છે પારસ ઉર્ફે સાગર હરસુખ કોળી.આરોપી પારસ પર આરોપ છે પાડોશમાં જ રહેતી ૧૧ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાનો. રાજકોટ મહિલા પોલીસમાં ૧૧ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પિડીતાની માતાએ ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, પાડોશમાં જ રહેતો પારસ ઉર્ફે સાગર કોળી નામનો શખ્સ છેલ્લા એક મહિનાથી તેની ૧૧ વર્ષની પુત્રીને બિભત્સ ઇશારા કરતો હતો અને ત્રણ વખત તેની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પારસ ઉર્ફે સાગર કોળી પિડીતાનાં પિતા રાત્રીનાં નોકરી પર ગયા હતા ત્યારે તેનાં ઘરની વંડી કુદીને અંદર પ્રવેશ્યો હતો અને પિડીતાને ચુંબન કરી મોઢે ડુમો આપી દીધો હતો. ત્યારબાદ કાંઇ બોલીશ તો 'તારા ભાઇની હત્યા કરી નાખીશ' તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જેને આધારે મહિલા પોલીસે ગુનો નોંધી આરોપી પારસ ઉર્ફે સાગર કોળીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં આરોપી પારસ ઉર્ફે સાગર કોળી પાડોશમાં જ રહેતો હોવાનું અને બે પુત્રીનો પિતા હોવાનું સામે આવ્યું છે. ૧૧ વર્ષની સગીરાને છેલ્લા ઘણાં સમય થી બિભત્સ ઇશારા કરતો હોવાથી સગીરાની માતાએ પણ આરોપીની પત્નીને જાણ કરી હતી. જોકે ઉલટા ચોર કોટવાલ કો ડાટેની જેમ આરોપીની પત્નીએ સગીરા પર જ આરોપ લગાવ્યો હતો. જોકે સગીરાનાં પિતાએ નાઇટ ડ્યુટી દરમિયાન સગીરાનો મોબાઇલ તપાસતા સગીરાને મોડી રાત્રીનાં આરોપી પારસ ઉર્ફે સાગર કોળી પ્રેમભરી વાતો કરતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે આરોપી અને પિડીતાનાં મેડીકલ રીપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે.
હાલ તો પોલીસે આ નરાધમની ધરપકડ કરી જેલના સળીયા ગણતો કરી દીધો છે. પરંતુ પિડીતાનાં મોબાઇલમાંથી મળેલી ઓડીયો ક્લીપ આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટમાં સગીરાને ફસાવી અને ધમકાવીને દુષ્કર્મ આચર્યાની આ પહેલી ફરીયાદ નથી અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોવાથી પોલીસે પોક્સો સહિતની કલમોનો ઉમેરો કરી આરોપીને જેલનાં સળીયા ગણતો કરી દીધો છે.