Connect Gujarat
Featured

રાજકોટ : હવે NOC વગર હોસ્પિટલ દર્દીઓને નહીં કરી શકે દાખલ, તો ફાયર સેફ્ટી મુદ્દે શાળા-કોલેજોને પણ નોટિસ

રાજકોટ : હવે NOC વગર હોસ્પિટલ દર્દીઓને નહીં કરી શકે દાખલ, તો ફાયર સેફ્ટી મુદ્દે શાળા-કોલેજોને પણ નોટિસ
X

રાજકોટમાં ફાયર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ હવે NOC વગરની કોઈ પણ હોસ્પિટલ દર્દીઓને દાખલ નહીં કરી શકે. ઉપરાંત ફાયર સેફ્ટી NOC રીન્યુ કરાવવા માટે શહેરની 20 શાળા-કોલેજોને પણ નોટિસ આપવામાં આવી છે.

રાજકોટ શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ રાજકોટ મનપા હરકતમાં આવ્યું છે. જેમાં NOC વગરની કોઈપણ હોસ્પિટલોના સત્તાધિશો દર્દીને દાખલ કરી શકશે નહીં. કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ અનેક હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. તો બીજી તરફ ફાયર વિભાગ દ્વારા વધુ 20 શાળા કોલેજોને પણ નોટિસ આપવામાં આવી છે.

જેમાં ફાયર સેફ્ટી NOC રીન્યુ કરાવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. જે અંતર્ગત આગામી 15 દિવસમાં ફાયર સેફ્ટી NOC રીન્યુ ન કરાવનાર બિલ્ડીંગ કે, ઇમારતને સિલ કરવામાં આવશે. જે શાળાઓને નોટિસ આપવામાં આવી છે. જેમાં રાજકોટની નામાંકિત કે.જી.ધોળકિયા સ્કૂલ, એસ.જી.ધોળકિયા સ્કૂલ, સ્કૂલ ઓફ સાયન્સ, લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરિંગ કોલેજ, ટી.એન.રાવ ગર્લ્સ કોલેજ સહિત 20 શાળા-કોલેજોનો સમાવેશ થાય છે.

Next Story