ફકીરનો વેશ ધારણ કરી “ઓપરેશન બ્લેક હોક” પાર પાડતી રાજકોટ પોલીસ

New Update
ફકીરનો વેશ ધારણ કરી “ઓપરેશન બ્લેક હોક” પાર પાડતી રાજકોટ પોલીસ

પોલીસે ૩૫૭ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પતિ-પત્ની
સહિત ૪ આરોપીની કરી ધરપકડ

રાજકોટ પોલીસે જંગલેશ્વરમાં ફકીરના વેશમાં છાપો મારી ગાંજાના જથ્થા સાથે દેશી બનાવટની પીસ્તલ અને જીવતા કારતુસ ઝડપી પાડી ૪ આરોપીઓની અટકાયત કરી હતી.

સૌરાષ્ટ્રમા દિવસે અને દિવસે નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામા આવી રહ્યો છે. સાતમ આઠમ પુર્વે 19 ઓગસ્ટના રોજ 24 કલાકમા 16 કિલો ગાંજો સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાથી પકડાયો હતો. ત્યારે રાજકોટ શહેર એસોજી પોલિસ દ્વારા ત્રણ દિવસમા બિજી વાર જંગલેશ્વર વિસ્તારમાથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામા આવ્યો છે. રાજકોટ પોલિસે ઓપરેશનનુ નામ બ્લેક હોક આપ્યુ હતુ. જે અંતર્ગત ફકિરના વેશમા પહોંચેલ પોલિસે ડમી ગ્રાહક બની નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો.

બુધવારના રોજ બપોરના શરૂ થયેલ ઓપરેશન બ્લેક હોક સાંજ સુધી ચાલ્યુ હતુ. એસોજી પોલિસના સબ ઈન્સપેકટર એચ.એમ રાણાની ટીમને બાતમી મળી હતી કે થોડા દિવસો પહેલા ગાંજા સાથે પકડાયેલ અમિના નામની મહિલાની દિકરી મદિના પણ નશાના કાળા કારોબાર સાથે ઝડપાયેલી છે. ત્યારે પોલિસે મદિનાના ઘરે ડમી ગ્રાહક મોકલી રેડ કરતા 357 કિલો ગાંજાનો જથ્થો, 1લાખ 75હજાર રોકડા, એક દેશી બનાવટ ની પિસ્ટલ અને 2 જીવતા કાર્ટીસ તેમજ બે મોંઘી દાટ કાર કબ્જે કરી છે. તો સાથે જ એક સગીર આરોપી સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ પણ કરી છે.

મદિનાની માતા 19 ઓગસ્ટના રોજ ગાંજા સાથે પકડાય હતી

રાજકોટ એસોજીનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમીના આધારે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી અમીનાબેન પાસે ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રેડ કરતા મહિલા પાસેથી 1.23 કિલોગ્રામ ગાંજો સહિત 12,980નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મદિનાનો પુત્ર એનડીપીએસના કેસમા જેલમા ભોગવી રહ્યો છે સજા

પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે મદિનાનો પુત્ર હાલ જેલમા સજા ભોગવી રહ્યો છે. તેના પર પણ એનડીપીએસનો કેસ કરવામા આવ્યો છે. થોડા સમય પહેલા મોરબી પોલિસ દ્વારા 9.5કિલો ગાંજો પકડવામા આવ્યો હતો. જેમા તે ગાંજો રાજકોટમા રહેતા મદિનાના પુત્ર એ આપ્યો હોવાનુ ખુલ્યુ હતુ. જે અંતર્ગત તે પણ હાલ સજા ભોગવી રહ્યો છે. આમ મદિનાનો પરિવાર નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલો હોવાનુ બહાર આવ્યુ છે. પોલિસને જરૂર લાગ્યે તેની પણ ટ્રાન્સફર વોરંટ દ્વારા જેલમાથી કબ્જો મેળવી વધુ પુછપરછ હાથ ધરશે