/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/23164105/maxresdefault-281.jpg)
રાજયમાં વરસાદથી ખેડૂતો પાયમાલ બની ગયાં હોવા છતાં વીમા કંપની દ્વારા વીમાની
રકમ ચુકવવામાં નહિ આવતાં ચારેકોર રોષ જોવા મળી રહયો છે. રાજકોટ જીલ્લાના
ધોરાજીમાં ખેડૂતે ખેતરમાં ખાડો ખોદી કપાસના પાકે સમાધિ આપી ઉંઘતી સરકારને જગાડવાનો
પ્રયાસ કર્યો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેતીને નુકશાન થયું છે પણ ખેડૂતોને હજી સરકાર કે વીમા
કંપની તરફથી કોઇ રાહત આપવામાં આવી નથી. પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ પ્રિમિયમ
ભર્યું હોવા છતાં ખેડૂતોને વીમાની રકમ મેળવવા માટે ફાફા મારવા પડી રહયાં છે.
કમોસમી વરસાદ અને વાવાઝોડાંને કારણે પાક નિષ્ફળ ગયો છે. લાખો રૂપિયાનો ખર્ચ
ખેડૂતોને માથે પડયો છે. હવે નવું વાવેતર કરવા માટે ખેડૂત પાસે રૂપિયા રહ્યા નથી, જેથી પાક વિમા મુદ્દે અને
સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ ખેડૂતોને તાત્કાલીક આપવામાં આવે તે જરૂરી
બની ગયું છે. કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલી સરકાર અને વીમા કંપનીને જગાડવા
માટે ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં પાકની સમાધિનો કાર્યક્રમ કરીને અનોખો
વિરોધ કર્યો હતો.