રાજકોટ: જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ

New Update
રાજકોટ: જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ

વીંછીયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધરી કુંવરજી બાવળિયાને આપ્યું સમર્થન

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ તે પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. જસદણ અને વીંછીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખે પક્ષમાંથી રાજીનામાં આપી કુંવરજી બાવળિયાને સમર્થન આપ્યું છે. પોતાના માટે વિસ્તારના કામો છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસમાં રહેવાથી ન થતા હોવાને લીધે કોંગ્રેસ છોડ્યું હોવાનું જણાવ્યું હતું.

જો કે બંને પ્રમુખના રાજીનામાં બાદ ભાજપને સમર્થન આપવાથી ભાજપની સ્થિતિ આગામી પેટા ચૂંટણીમાં મજબૂત બની છે. તેમાં કોઈ બે મત નથી. ઉલ્લેખનીય છે કે કડવાભાઈ જોગરિયા વીંછીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે જ્યારે સુરેશભાઈ કાકડીયા જસદણ તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ છે.

Latest Stories