રાજકોટમાંથી ૧૫ હથિયાર, કાટિર્સ સાથે ટોળકી ઝડપાઈ

New Update
રાજકોટમાંથી ૧૫ હથિયાર, કાટિર્સ સાથે ટોળકી ઝડપાઈ

રાજકોટમાં તહેવારો દરમિયાન ગુનાખોરી અટકાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પેટ્રોલીંગ સઘન બનાવતા એસઓજી સ્ટાફે પેટ્રોલીગ દરમિયાન ગોંડલ રોડ ચોકડીથી ભાવનગર રોડ તરફ જતાં રસ્તામાં ૧૫ હથીયાર અને કાર્ટીસ સાથે પાંચ શખસોને ઝડપી લેતાં સનસનાટી મચી જવા પામી છે. બોટાદના જાલીડા ગામનો શખસ મધ્યપ્રદેશની ટોળકી સાથે ૭ તમંચા, ૭ પિસ્તોલ, એક રિવોલ્વર તેમજ ૧૬ જીવતા કાર્ટીસ સાથે તહેવારો દરમિયાન ટોળકી લૂંટ કરવા નીકળી હતી કે વેચવા તે અંગે આજે બપોરે પોલીસ અધિકારી પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એસઓજીના પીઆઈ એસ.એન.ગડુની સુચનાથી પીએસઆઈ સિસોદીયા, જમાદાર આર.કે.જાડેજા, ચેતનસિંહ, ક્રિપાલસિંહ સહિતના સ્ટાફે પેટ્રોલીગ દરમિયાન બાતમીને આધારે ગોંડલ રોડ ચોકડીથી ભાવનગર તરફ જવાના રસ્તા પર જતાં પાંચ શંકાસ્પદ શખસોને અટકાવી પુછપરછ કરતા હરેશ ધીરૂ ખાવડીયા (રહે. બોટાદના જાલીડા), રાજેન્દ્રસિંહ ઉર્ફે મોનીસિંહ જયસિંહ રાજાવત, રાજેશસિંહ ગંગાસિંહ રાજાવત, અજયસિંહ ઈન્દેસિંહ રાજાવત, વિજયસિંહ રામઅશોકસિંહ રાજાવત (રહે. મધ્યપ્રદેશના પાંડેરી ગામ) હોવાનું જણાવતા પોલીસે તેની પાસે રહેલા બે થેલાની તલાશી લેતાં તેમાંથી ૭ દેશી બનાવટના તમંચા, ૭ પિસ્તોલ, એક રિવોલ્વર તેમજ ૧૬ જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે પાંચેય શખસોની ધરપકડ કરી હથીયાર, કાર્ટીસ, મોબાઈલ મળી કુલ ૧.૧૯ લાખની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બપોરે પોલીસ અધિકારીની રાહબરી હેઠળ પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપશે.

  • પકડાયેલા આરોપીઓ હથિયાર વેચવા નીકળ્યા હતા

ગોંડલ રોડ ચોકડી પાસેથી હથીયાર સાથે પકડાયેલો હરેશ દેવીપૂજક ભાવનગરમાં હત્યાના ગુનામાં જેલમાં હતો અને તાજેતરમાં જેલમાંથી બહાર આવ્યો હોવાનું તેમજ તેની સાથે પકડાયેલા મધ્યપ્રદેશના શખસો અગાઉ તળાજાની આંગડીયાની લૂંટના આરોપી હોય જેલમાં ઓળખાણ થઈ હોવાનું અને હથીયારો વેચવા નીકળ્યા હોવાનું રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories