રાજકોટ: બી ડિવીઝન પોલીસે 3 હથિયાર સાથે 2 આરોપીની કરી ધરપકડ

New Update
રાજકોટ: બી ડિવીઝન પોલીસે 3 હથિયાર સાથે 2 આરોપીની કરી ધરપકડ

રાજકોટમા ચોરી લૂંટ ફાટ અને હત્યાના બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે પોલીસે પણ આરોપીઓને પકડી પાડવા કમર કસી હોઈ તેવુ લાગી રહ્યુ છે. ત્યારે રાજકોટના બિ ડિવીઝન પોલીસે 3 હથિયાર સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. ડિસીપી રવિ મોહન સૈનીના જણાવ્યા પ્રમાણે બિ ડિવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓને બાતમી મળી હતી કે પેડક રોડ પર એક વસંત નામના વ્યક્તિ પાસે દેશી બનાવટની પીસ્ટલ પડી છે. જે બાદ તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી દેશી રિવોલ્વર મળી આવી હતી.

તો તે બાદ ઈગુજકોપમા ચેક કરતા આરોપીની ગુનાહિત ઈતિહાસ પણ મળી આવ્યો. તો સાથેજ આરોપીના ઘરની ઝડતી લેતા તેના ઘરમાંથી વધુ બે રિવોલ્વર મળી આવી છે. આરોપી પોતાના ઘરમાં હથિયાર પાણીના મટકામા રાખતો હતો. તો સાથે જ હથિયારના ગુનાના કામે વસંત સાથે કામ કરતા હિરેન દેસાઈને પણ પકડી પકડવામા આવ્યો છે. હાલ બંને આરોપીને ગુનાના કામે રિમાન્ડ અર્થે કોર્ટમા રજુ કરવામા આવશે. તો રિમાન્ડ મળ્યા બાદ હથિયાર કોને કોને વહેચ્યા છે.

કેટલા રૂપિયામા વહેંચાણ કરવામા આવતા હતા જે તમામ બાબતો અંગે પુછપરછ કરવામા આવશે. તો સાથે જ પોલીસની પ્રાથમિક પુછપરછમા હથિયાર સપ્લાય કરનાર બે આરોપીના નામ ખુલ્યા છે જેમના નામ રાકેશ ઠાકુર અને પંડીત છે. જે બંનેની ધરપકડ કરવા માટે રાજકોટ બિ ડિવીઝન પોલીસની એક ટીમને ઉતરપ્રદેશ રવાના કરવામા આવી છે.

Latest Stories