Connect Gujarat
ગુજરાત

રાજકોટ: પુનિત નગરના પંપીંગ સ્ટેશનમાં પાણીમા જોવા મળ્યા મોટી માત્રામા ફિણ, કોંગ્રેસે કહ્યું પાણી દુષિત તો મેયરે કહ્યું પાણી પીવા લાયક

રાજકોટ: પુનિત નગરના પંપીંગ સ્ટેશનમાં પાણીમા જોવા મળ્યા મોટી માત્રામા ફિણ, કોંગ્રેસે કહ્યું પાણી દુષિત તો મેયરે કહ્યું પાણી પીવા લાયક
X

વડોદરા બાદ રાજકોટમા પીવાના પાણીના ટાંકામા દુષિત પાણી હોવાનુ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા આક્ષેપ લગાવવામા આવ્યો છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પીવાના પાણીના ટાંકામા રીયાલીટી ચેક કરવામા આવ્યુ હતુ. જે રીયાલીટી ચેક દરમિયાન પુનિત નગર સ્થિત પિવાના પાણીના ટાંકામા મોટી માત્રામા ફિણ હોવાનુ ખુલ્યુ હતુ. તો બિજી તરફ ગણતરીની મિનીટોમા ક્યારેય પંપીગ સ્ટેશને ન ફરકનાર અધિકારીઓ આવી પહોચ્યા હતા. તો સાથે જ પાણીના ટાંકામા ચેકિંગ પણ હાથ ધર્યુ હતુ.

જે બાદ અધિકારીઓએ પોતે ટાંકાનુ પાણી પી પાણી દુષિત નહી પરંતુ પિવા લાયક હોવાનુ કહ્યુ હતુ. તો બિજી તરફ આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાની દ્વારા જણાવવામા આવ્યુ હતુ કે કોંગ્રેસ દ્વારા લગાવવામા આવેલ તમામ આરોપો પાયાવિહોણા છે. શુધ્ધ પાણી માટેના જે પણ ત્રણ માપદંડો હોઈ છે તે તમામ માપદંડો પરિપુર્ણ થયા બાદ જ પાણી વિતરણ કરવામા આવે છે.

ત્યારે આ મુદ્દે રાજકોટ મેયર બિનાબેન આચાર્યે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે આ વર્ષે રાજકોટમા પિવાના પાણીની કોઈ તકલિફ પડવા દીધી નથી. તેમજ 31 જુલાઈ સુધી ચાલે તેટલુ નર્મદા નીર રાજકોટને આપવામા આવી રહ્યુ છે. ત્યારે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો બચ્યો નથી તેના કારણે તેઓ આ પ્રકારે રિયાલીટી ચેકના નામે ડિંડક કરી રહ્યા છે.

Next Story