Connect Gujarat
ગુજરાત

રાજકોટ : આરટીઓ કચેરીમાં થયેલ હત્યાના મામલે 6 શખ્સોની ધરપકડ, પોલીસ દ્વારા આરોપીઓની કરાઇ જાહેરમાં સરભરા

રાજકોટ : આરટીઓ કચેરીમાં થયેલ હત્યાના મામલે 6 શખ્સોની ધરપકડ, પોલીસ દ્વારા આરોપીઓની કરાઇ જાહેરમાં સરભરા
X

આખરે

રાજકોટ પોલીસે આરટીઓ પરિસરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી કાઢયો છે. 13 દિવસ પહેલા

આરટીઓ કચેરીની અંદર રેડિયમનું કામ કરતાં યુવાનને છરીના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં

આવી હતી. જે ગુન્હામાં

સંડોવાયેલા 6 શખ્સોની રાજકોટ પોલીસે ધરપકડ કરી તમામ

આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી હતી.

સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો, રાજકોટની આરટીઓ કચેરીમાં 15મી નવેમ્બર 2019 ના રોજ સવારના સમયે કનુ ગોહિલ નામના શખ્સનો ડ્રાઇવર મનસુખ પાર્સિંગ કરાવવા માટે આરટીઓ કચેરી ખાતે ટ્રક સાથે આવ્યો હતો. જે બાદ તે પોતાના માલિક કનુ ગોહિલની જાણ કરે છે, જે બાદ બ્રેઝા કારમાં કનુ ગોહિલ અને કુલદીપ સોલંકી આરટીઓ કચેરી ખાતે આવી પહોંચે છે. ટ્રકમાં રેડિયમ લગાવવાની બાબતે સાહિલ નામના શખ્સ સાથે ઝઘડો થાય છે, જે બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થાય છે.

કનુ ગોહિલ અને કુલદીપ સોલંકી સાથે સમાધાન થયા બાદ ખુદ સાહિલને પણ ખબર ન હતી કે, કનુ આહિર થોડાક કલાકોમાં જ ફરી એકવાર આરટીઓ કચેરી ખાતે પાછો આવશે. બપોરના સમયે કનુ અને કુલદીપ પોતાના મિત્રો સાથે આરટીઓ કચેરીમાં આવે છે. બ્રેઝા કાર અને બુલેટ પર 6 જેટલા શખ્સો આરટીઓ કચેરીમાં પ્રવેશ કરે છે. જે બાદ ખેલાય છે, રાજકોટની આરટીઓ કચેરીમાં ખૂની ખેલ. આરટીઓ કચેરીમાં પડેલ બેલા વડે સાહિલને પ્રથમ તો ઇજા પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવે છે. આમ એક સામાન્ય બાબત સામાન્ય બોલાચાલીની ઘટના હત્યામાં પરિણમી છે.

હાલ રાજકોટ પોલીસે આરટીઓ કચેરી પરિસરમાં થયેલ હત્યા મામલે 6 શખ્સોની ધરપકડ કરી છે, તો સાથોસાથ ઘટના સ્થળે લઇ જઇ તેમની પાસે ઘટનાનું પુનરાવર્તન પણ કરવામાં આવ્યું હતું. પોલીસ તે બાબત પર પણ તપાસ કરી છે કે, આખરે આ તમામ આરોપીઓ અત્યાર સુધી ક્યા સ્થળે છુપાયેલા હતા અને તેમને છૂપાવવામાં કોણે કોણે મદદ કરી છે. ત્યારે ઘટના સ્થળે લઇ જઇ આરોપીઓ પાસે પોલીસે જાહેરમાં લોકોની માફી પણ મંગાવી હતી.

Next Story
Share it