Connect Gujarat
ગુજરાત

રાજકોટની RTO કચેરીમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ

રાજકોટની RTO કચેરીમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ
X

ફરી એકવાર રંગીલું રાજકોટ રંજીત બન્યું છે. શહેરની આરટીઓ કચેરી ખાતે ધોળા

દિવસે ખેલાયો ખૂની ખેલ. ફરી એક વખત ગુનાખોરી મા અવ્વલ એવા રાજકોટે ઉજાગર કર્યું

ગુનાખોરીમા પોતાનું નામ. માત્ર સામાન્ય બોલાચાલીની ઘટના હત્યામાં પરિણમી ત્યારે

જુઓ આ અંગે અમારો આ રિપોર્ટ

આપના સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો. આ દ્રશ્યો છે રાજકોટની આરટીઓ કચેરીના. આજ આરટીઓ કચેરીમાં રોજના હજારો અરજદારો આવે છે. પોતાના જુદા જુદા કામ અંગે. ત્યારે રાજકોટની આરટીઓ કચેરીમાં શુક્રવારના રોજ સવારના 11:00 વાગ્યે આવ્યો હતો કનું આહિર નામનો શખ્સ પોતાના ટ્રકના પાર્સિંગ અર્થે. આ સમયે ટ્રક નું પાર્સિંગ કરાવવા આવેલ આહિર અને આરટીઓ કચેરીમાં જ રેડિયમ લગાવતા સાહિલ નામના શખ્સ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. એક સમયે આ સામાન્ય બોલાચાલી ઉગ્ર તા પણ આવી હતી જોકે બન્ને પક્ષો વચ્ચે બપોરના 12:30 કલાકે સમાધાન થયું હતું.

કનુ આહિર સાથે સમાધાન થયા બાદ ખુદ સાહિલ ને પણ ખબર નહોતી કે કનુ આહિર થોડીક કલાકોમાં જ ફરી એકવાર આરટીઓ કચેરી ખાતે પાછો આવશે. બપોરના 2: 30 કલાક પાસે કનુ આહિર પોતાના મિત્રો સાથે આરટીઓ કચેરીમાં આવે છે. બ્રેઝા કાર અને બુલેટ ની અંદર પાંચ જેટલા શખ્સો આરટીઓ કચેરીમાં પ્રવેશ કરે છે. જે બાદ ખેલાય છે રાજકોટની આરટીઓ કચેરીમાં ખૂની ખેલ. આરટીઓ કચેરીમાં પડેલ બેલા વડે સાહિલને પ્રથમ તો ઇજા પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ શિક્ષણ હથિયારના ઘા ઝીંકવામાં આવે છે. આમ એક સામાન્ય બાબત સામાન્ય બોલાચાલીની ઘટના પરિણામે છે હત્યામાં .

Next Story