રાજકોટ: મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીનું સમાધાન કરાવવા ગયેલા મિત્રની જ મિત્રએ કરી હત્યા

New Update
રાજકોટ: મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીનું સમાધાન કરાવવા ગયેલા મિત્રની જ મિત્રએ કરી હત્યા

થોરાળ પોલીસે હત્યાનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા

રાજકોટ શહેરના શિવાજીનગરમાં મુસ્લિમ શખ્સ અને તેના બે સાગરીતો દ્વારા છરીના ઘા ઝીંકી ભરવાડ યુવાનની હત્યા કરી નાંખવામાં આવી હતી. કોળી યુવાન અને મુસ્લિમ યુવાન વચ્ચે ચાલતાં ઝઘડામાં સમાધાન કરવા માટે ગયેલા નિર્દોષ યુવાનની હત્યા થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે નગરના રહીશોએ થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થોરાળા પોલીસ મથકના સામે રહેતો અને છુટક મજુરી કરી પરિવારના ગુજરાન ચલાવતા ભૂપત બોરીયાની શિવાજીનગરમાં હત્યા કરાઈ છે. ભુપત બોરીયાના બે મિત્રો રાહુલ અને રોહિત વચ્ચે મોડી રાત્રિના સમયે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના પગલે સમાધાન માટે ભૂપત બોરીયાને શિવાજીનગર બોલાવ્યો હતો. મામલો વધુ ઉગ્ર બનતા અસ્લમ પઠાણ અને તેના બે સાગરીતોએ ભૂપતને છરીના ઘા ઝીંકી દીધા હતાં.

પેટના તેમજ સાથળના ભાગે છરીના ઘા વાગતા યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું. બનાવના પગલે અસ્લમ અને તેનો સાગરીત ફરાર થઈ ગયા હતાં. બનાવ અંગે શિવજીનગરમાં રહેતો રહીશોએ થોરાળા પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories