માલિયાસણ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 6ને ઇજા

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ નજીક આજરોજ એક ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત બે લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 6 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ઝાલોદ-જામનગર રૂટની આ બસમાં 50 મુસાફરો સવાર હતા.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ઝાલોદ-જામનગર રૂટની એસટી બસને આજરોજ રાજકોટનાં માલીયાસણ પાસે ટ્રક સાથે અકસમાત નડ્યો હતો. જેમાં નવીનચંદ્ર કનુભાઇ મકવાણા અને નરવત વેસ્તા તડવીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દુલા નરવત, જીગા નરવત, દાદુસિંહ ચૌહાણ સહિત 6 લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સમયે બસમાં 50 જેટલા મુસોફરો સવાર હતા. જેમાંથી 6 લોકોને ઇજા પહોચીં હતી. બનાવના પગલે પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here