કોંગ્રેસનું આખું કુળ ભ્રષ્ટાચારમાં રંગાયેલું છે: વિજય રૂપાણી

New Update
કોંગ્રેસનું આખું કુળ ભ્રષ્ટાચારમાં રંગાયેલું છે: વિજય રૂપાણી

પોરબંદર લોકસભા બેઠકની સાત વિધાનસભા બેઠકો પૈકીની ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપલેટામાં ભાજપ શહેર અને તાલુકાનું કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડૂકનું કાર્યાલય ખુલ્લું મૂકતી વેળાએ ઉપલેટાના બાવલા ચોક ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું.

આ સભામાં કોંગ્રેસના લલિત વસોયાના ગઢમાં ગાબડાં પાડીને કોંગ્રેસના નારાજ રાજકોટ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન બાલુભાઈ વિંઝુડા, જિલ્લા પંચાયત સદસ્ય શીલ્પાબેન મારવાડીય, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય, ચાંદનીબેન વાછાણી સહિતના કોંગી સભ્યો ઉપરાંત જેતપુર નવાગઢ નગરપાલિકાના કુલ-16 જેટલા સભ્યોને મુખ્યમંત્રી ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

આ પ્રસંગે સભા સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મનમોહનસિંહની સરકાર વખતે એક ડઝન મંત્રીઓ જેલમાં ગયા છે. જે બધા આજે જામીન ઉપર છે. તેમાં સોનિયા ગાંધી, લાલુપ્રસાદ યાદવ, માયાવતી સહિતનાઓ સામેલ હોવાની સાથે કોંગ્રેસનું આખું કુળ ભ્રષ્ટાચારમાં રંગાયેલું હોવાનો શૂર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ મુખ્ય મંત્રીએ ગુજરાતમાં ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર આગળ વધી રહ્યો છે. ત્યારે ભાજપની જીત નિશ્ર્ચીત હોવાની સાથે ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા થનગની રહ્યાં છે.

Latest Stories