Connect Gujarat
Featured

રાજકોટ : યસ બેંકની શાખા પર ખાતેદારો પહોંચ્યા ગાદલા અને ઢાબળા લઇ, જુઓ શું છે આખી ઘટના

રાજકોટ : યસ બેંકની શાખા પર ખાતેદારો પહોંચ્યા ગાદલા અને ઢાબળા લઇ, જુઓ શું છે આખી ઘટના
X

રાજકોટની યસ બેન્ક ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. એક પેઢીના સંચાલકે દસ્તાવેજો જમા કરાવી દીધાં હોવા છતાં બેંકે લાખો રૂપિયાની પેનલ્ટી ફકારતાં પેઢીના સંચાલકોએ બેંકની બહાર જ ધામા નાંખી દીધાં હતાં. બેંક સત્તાધીશોને પાઠ ભણાવવા તેઓ ગાદલા અને ધાબળા સાથે જ બેંકની શાખા ખાતે પહોંચી ગયાં હતાં.

સામાન્યતઃ ગ્રાહકો પૈસાની લેવડદેવડ કરવા માટે બેંકમાં જતાં હોય છે પરંતુ રાજકોટમાં બુધવારની મોડી સાંજે બેંકના અણઘડ વહીવટથી કંટાળી ગયેલા ગ્રાહક સ ગાદલા તેમજ ધાબળા લઈને બેંક પર પહોંચ્યા હતા. સમગ્ર બનાવ અંગે યસ બેન્કના ગ્રાહક તેમજ મહાવીર એન્ડ કંપનીના ભાગીદાર કશ્યપ ભાઈ ભટ્ટે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી પેઢી નું ખાતું યસ બેન્કમાં છે. ત્યારે બેંકને જે પણ ડોક્યુમેન્ટ અમારી પેઢીને લગતા જોઈતા હતા. તે ડોક્યુમેન્ટ અમે 26 ડિસેમ્બર 2020 ના રોજ સબમીટ કરી દીધા હતાં.

તેમ છતાં ડોક્યુમેન્ટ સબમીટ ન કરવા બદલ બેંક દ્વારા ૩૧ ડિસેમ્બર 2020 ના રોજ અમારા પેઢીના એકાઉન્ટમાંથી 1,62,000 રૂપિયા જેટલી રકમ પેનલ્ટી સ્વરૂપે કાપી લેવામાં આવી હતી. લાખો રૂપિયાની રકમ પેનલ્ટી સ્વરૂપે ડિટેક્ટ થતા પહેલી જાન્યુઆરી 2021 ના રોજ અમારી પેઢી દ્વારા બેંકને આ મામલે જાણ કરવામાં આવી હતી. તો બેન્કે રુપિયાનું રિફંડ મળી જશે એવું આશ્વાસન આપ્યું હતું જો કે બેન્ક દ્વારા રૂપિયા ન ચૂકવાતા આખરે કંટાળી તેઓ બેન્ક પર આવ્યાં છે. જયાં સુધી અમારા નાણા પરત નહિ મળે ત્યાં સુધી અમે પરત જઇશું નહિ માટે અમે રાતે અહીં સુવાની તૈયારી સાથે આવ્યાં છીએ.

Next Story